Abtak Media Google News
  • આઇટીની મેગા રેડમાં ખોદયો ડુંગર, નીકળો ઊંદર જેવો ઘાટ
  • બિલ્ડર લોબી હાલ ડિપાર્ટમેન્ટ માટે જાણે સોફ્ટ ટાર્ગેટ : ટાર્ગેટ પૂરો કરવા સર્ચ રવિવાર સુધી ચાલી શકે છે 

રાજકોટ ખાતે આવકવેરા વિભાગ દ્વારા મેગા રેડ ચાલી રહી છે . હાલની સ્થિતિમાં નાણાં વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ટાર્ગેટ પણ મસમોટા આપવામાં આવી રહ્યા છે જેને પહોંચી વળવા આવકવેરા વિભાગ કે પછી જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરાઇ છે. પરંતુ ક્યાંક ને ક્યાંય રાજકોટ ખાતે જે સર્ચ ઓપરેશન બિલ્ડર લોબી ઉપર હાથ ધરવામાં આવ્યું છે તેમાં પ્રથમ દિવસે વિભાગને કોઈ મોટી તિજોરી કે કોઈ મોટી રકમ હાથ લાગી નથી. જેનો મતલબ એજ છે કે વિભાગને મસ્ત મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેને પૂરો કરવા માટે વિભાગ આ રેડ રવિવાર સુધી લંબાવે તો સહેજ પણ નવાઈ નહિ. એટલે જાણે મેગા રેડમાં ખોદયો ડુંગર, નીકળો ઊંદર જેવો ઘાટ જોવા મળ્યો છે.

Advertisement

રાજકોટ આવકવેરા વિભાગને મસ્ત મોટો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક દરેક સ્થળ ઉપરથી ખૂબ મોટી રકમ એકત્રિત થાય તે માટે અધિકારીઓ હોવાથી આ પણ મારી રહ્યા છે. સર ચોપરેશનના પ્રથમ દિવસે જ્યારે કોઈ અધિકારીને કે કોઈ સર્ચ કરતી ટીમને કોઈ મોટા રોકડ વ્યવહારો અથવા તો એવી કોઈ ચોકાવનારી વસ્તુ ન મળે તો વિભાગ ઉપર તેની અસર પણ જોવા મળે છે અને પરિણામ સ્વરૂપે તે પ્રેશર જે તે વ્યક્તિ ઉપર પણ ઉતરે છે. રાજકોટ ખાતે થયેલી સર્ચ ઓપરેશનના પ્રથમ દિવસે વિભાગના અધિકારીઓને એવી કોઈ મોટી વસ્તુ હાથ લાગી નથી ત્યારે જાણે આપવામાં આવેલા ટાર્ગેટને પૂરો કરવા વિભાગ દ્વારા આ સરચ ઓપરેશન રવિવાર સુધી ચલાવવામાં આવે તો નવાઈ નહીં અને હવે ના દિવસોમાં આવકવેરા વિભાગ દ્વારા પ્રેશર ટેકનિક નો પણ ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નથી.

તરફ સરકાર વિકાસશીલ અને વિકસિત ભારતની વાત કરી રહી છે ત્યારે હાલના મહિનાઓમાં આવકવેરા વિભાગ બિલ્ડર લોબી ઉપર જ ત્રાટકી રહ્યું છે. અને આ સ્થિતિને ધ્યાને લઈ એ વાત તો સ્પષ્ટ થાય છે કે હાલ અત્યારના બિલ્ડર લોભી આપમેરા વિભાગ માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે. હીરા ઝવેરાતના વેપારીઓ આવકવેરા વિભાગ ના સોફ્ટ ટાર્ગેટ બનતા હતા. ત્યારબાદ તેમના દ્વારા આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી હતી. વિભાગ દ્વારા લાડાણી ગ્રુપ, ઓરબિટ ગ્રુપ સહિતના વિવિધ ગ્રુપો ઉપર જે તવાઈ બોલાવવામાં આવી છે તે બધા નામ ખૂબ જ મોટા છે અને રાજકોટના વિકાસમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે છતાં પણ સર ચોપરેશનમાં કોઈ મોટી વાત સામે ન આવતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે.

કરોડોની અપેક્ષા સામે આવકવેરા વિભાગને એવી કોઈ મોટી સફળતા મળી નથી. ટાર્ગેટ પૂરા કરવા માટે વિભાગ પ્રેશર ટેકનિક નો પણ ઉપયોગ કરશે અને બિલ્ડરો પાસે ખૂબ મોટું ડિસ્પ્લેઝર પણ કરાવી શકશે. પ્રકાર ની કાર્યવાહી થી માત્ર બિલ્ડર લોબી જ નહીં પરંતુ અન્ય ઉદ્યોગિક એકમો ઉપર પણ તેની નકારાત્મક અસર જોવા મળે છે અને પરિણામ સ્વરૂપે તેઓ પોતાના સ્વ બચાવ માટે જે રીતે શહેરનો વિકાસ થવો જોઈએ તે કરવાથી પણ હવે તેઓ ડરી રહ્યા છે.

શા માટે બિલ્ડર જ સોફ્ટ ટાર્ગેટ ?

સમગ્ર રાજ્યમાં અત્યારના એકમાત્ર સળગતો પ્રશ્ન એ જ છે કે આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ હોય આ બંને સેન્ટ્રલ એજન્સીમાં બિલ્ડરો જ શું કામ સોફ્ટ ટાર્ગેટ બને છે. છેલ્લા એક થી બે મહિના દરમિયાન જેસર ચોપરેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તેમાંથી 85% સર્ચ ઓપરેશન બિલ્ડર લોબી ઉપર થયા હોવાનું સામે આવ્યું છે શું આવકવેરા વિભાગનો ટાર્ગેટ માત્ર બિલ્ડરો જ પૂરો કરે છે કે કેમ ?

સેન્ટ્રલ એજન્સીની ચંચુપાત થી બિલ્ડરો હવે મોટા પ્રોજેક્ટ કરવા ડરે છે

બિલ્ડર લોબી ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી રહી છે અને સેન્ટ્રલ એજન્સીની આ પ્રકારની ચંચુંપાત વિકાસમાં પણ અવરોધ ઊભો કરે છે. પરિણામ સ્વરૂપે બિલ્ડર લોબી હવે મોટા પ્રોજેક્ટ લાવવા માટે પણ ડરે છે. ગ્રુપની વાત કરવામાં આવે તો રાજકોટના વિકાસમાં આ ગ્રુપે સિંહ ફાળો આપ્યો છે અને ખૂબ સારા અને અધ્યતન પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે. ગત પાંચ વર્ષમાં આ ગ્રુપ ઉપર બીજી વખત આવકવેરા વિભાગની ટીમ રાજકીય છે અને પરિણામ સ્વરૂપે જાણે બિલ્ડર લોબીમાં એક ફફડાટની સાથો સાથ એક ડર પણ વ્યાપી ગયો છે કે આ બધી જફા શું કામ કરવી અને કોના ભોગે આ પ્રકારની માથાકૂટમાં પડવું . અહીં જાણવા જેવી વાત તો એ છે કે રાજકોટના વિકાસમાં બિલ્ડરો જે યોગદાન આપે છે તે શું ન આપવું જોઈએ ? હાલની સ્થિતિ મુજબ આવકવેરા વિભાગ એ જ બિલ્ડરોને ટાર્ગેટ કરીને બેઠું છે કે જે શહેરમાં મોટા પ્રોજેક્ટ લાવતું હોય અને શહેરના વિકાસમાં તેઓ અગ્રેસર હોય એકમાત્ર કારણ એ જ છે કે તેઓ તેમનો ટાર્ગેટ પૂરો કરી શકે.

નાણાં વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સુધી વાત પહોંચે તો નવાઈ નહી

હાલ જે રીતે આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોને અડફેટે લેવામાં આવ્યા છે તેને જોઈ સમગ્ર બિલ્ડર લોબીમાં ક્યાંક ને ક્યાંક આંતરિક રોષ પણ જોવા મળી રહ્યો છે. બિલ્ડર લોબી શું નાણા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સુધી તેમનો અવાજ પહોંચાડશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે શહેરના વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે તેમના ઉપર જ સેન્ટ્રલ એજન્સી તળાવ મારીને બેઠી છે અને કોઈ પ્રોજેક્ટ આવે તે પૂર્વે તેમના દ્વારા આકરી કાર્યવાહી પણ કરવામાં આવે છે.

આઇટી પરનું પ્રેશર ક્યાંક ને ક્યાંક બિલ્ડર લોબી ઉપર ઉતરી રહ્યું છે

નાણા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સીસ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે આવકવેરા વિભાગ સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે જે તે વ્યક્તિ અથવા પેઢી અથવા તો કંપની ઉપર પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી ડીસકલોઝર પણ કરાવી રહી છે જે સદંતર ગેર વ્યાજબી છે. હાલ રાજકોટ ખાતે જે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં બિલ્ડર લોબી ઉપર પણ વિભાગ પ્રેશર ટેકનીક નો ઉપયોગ કરી રહી છે.

રાજકીય પક્ષ અને વિભાગ માટે બિલ્ડર લોબી ” હોટ ફેવરિટ “

ચૂંટણી સમયે રાજકીય પક્ષોને નાણા જે મળે છે તેમાં પણ બિલ્ડર લોબીનો સૌથી મોટો હાથ હોય છે તો બીજી તરફ આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ હોય તેમનું ટાર્ગેટ પૂરો કરવા માટે પણ બિલ્ડર લોબી પ્રાથમિક છે. આ વાતના અંતે એ સ્પષ્ટ છે કે હાલ આવકવેરા વિભાગ માટે બિલ્ડર લોબી અત્યંત વોટ ફેવરિટ છે કે જેના ઉપર ગમે ત્યારે તવાઈ બોલાવી શકાય. બિલ્ડરો ધ્રુજી રહ્યા છે કે રાજકોટ શહેરમાં મોટા પ્રોજેક્ટ શું કામ કરવા કારણકે જો કોઈ બિલ્ડર ગ્રુપ મોટો પ્રોજેક્ટ લઈને આવે તો તેના ઉપર વિભાગ વોચ રાખતું હોય છે અને કોઈપણ નાની એવી વાત સામે આવતા જ તેના ઉપર આખરી કાર્યવાહી કરી સર ચોપરેશન હાથ ધરવામાં આવે છે. આવકવેરા વિભાગ હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્ર અથવા તો અન્ય ઉદ્યોગો માટે અરખામણું થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.