Abtak Media Google News

વિશ્વભર પ્રબુધ્ધ મહાનુભાવો વચ્ચે થયો જ્ઞાન વિજ્ઞાન વ્યવહારનો પરામર્શ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉચ્ચ  શિક્ષણ સાથે ધર્મ સંસ્કાર અને સંશોધન માટે જાણીતી  આત્મીય યુનિ.માં એઆઈસીટીઈ અને સીએસઆઈઆરના સંયુકત ઉપક્રમે  ગતીશીલ ટેકનોલોજી  વ્યવસાયના  નવા સંશોધન અને પડકાર મુદે વિશ્નાવભર સંશોધકોએ પરામર્શ કર્યો હતો.

સામાજિક અને આર્થિક ગતિશીલતા સાથે ટેકનોલોજીમાં ઝડપી ફેરફારોને કારણે ભવિષ્યમાં ઉદ્ભવતા ટેક્નોલોજી, સસ્ટેનેબીલીટી અને કો-એક્ઝીટેન્સના પડકારોને ધ્યાનમાં લઈ આત્મીય યુનિવર્સિટી દ્વારા બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફ્રન્સનું આયોજન થયું હતું.

આ કોન્ફરન્સમાં દેશ-વિદેશથી અનેકો મહેમાનો જોડાયેલા હતા. જેમાં મઝુમ્બા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, તાન્ઝાનિયાના ડો. વિલિયમ ઝોન સેન્કોન્ડો, યુનિવર્સિટી ઓફ લુસેન એન્ડ હ્યુમનીસ્ટિક મેનેજમેન્ટના. ડો. અર્નસ્ટ વોન કિંમકોવિત્ઝ, યુ.એસ.એ. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના ડો. નટરાજન મુથુસામી,. એપ્લાઈડ સાઇન્સ એન્ડ આર્ટ્સ ઓફ સાઉથ અર્ન સ્વીટ્સલેન્ડ યુનિવર્સિટીથી ડો. ધવાન ટુરેટા, કતારથી ડો. વુલ્ફગન્ગ અમન, ઑસ્ટ્રિયાની યુનિવર્સિટી ઇન્સબ્રુકથી સારા વૃર્ઝર, જર્મની એન્ડ યુકેની યુનિવર્સિટીના ડો. અનાસ્ટાસિયા ક્રિટસી, જાપાન મિયાઝાકી યુનિવર્સિટીના ડો. હરીશકુમાર મધ્યથા વગેરે વિદેશી મહેમાનોએ ભાગ લીધો હતો. તેમજ ભારતથી સોમૈયા વિદ્યા વિહાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રાજશેખરન પાટીલ, નોર્થ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિરંજના વનાલી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના ડો. રોહિતકુમાર દેસાઈ, કર્ણાટક યુનિવર્સિટીના ડો. કે.બી.ગુડાસી, રાયત બહાર યુનિવર્સિટીના ડો. ઇન્દ્રપ્રીત કૌર, જી. ડી.વાય પાટીલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. રાકેશ મુદ્દગલ, ભારથીયાર યુનિવર્સિટીના ડો. ટી.દેવી, આઈ.આઈ.એમ., લખનવના ડો. સત્યભૂષણ દાસ, એન્ટરપ્રિનીયોર ડેવલપમેન્ટના ડો. સુનિલ શુકલા, બીટ્સ પીલાની ઇન્સ્ટિટ્યૂટના ડો. સુધીરકુમાર બરાલ, સોશિયલ એકટીવીસ્ટ ડો. અજય જૈન, જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટના ડો. શ્રીનિવાસન ઐયર, તાઇવાન ફાઉન્ડેશન ડેમોક્રેસીના પૂરન ચંદ્ર પાંડે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નાગપુરના ડો. દીપમાળા બાધેલ, બોશ ઇન્ડિયા ફાઉન્ડેશનનાં ઓ.પી.ગોયેલ, લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના ડો. કમલેશ જોશીપુરા વગેરે લોકોએ આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

Whatsapp Image 2024 02 15 At 1.25.12 Pm

સૌ પ્રથમ આત્મીય યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ  ત્યાગવલ્લભ સ્વામીજીએ સંદેશો આપી આ કોન્ફરન્સને દિશાનિર્દેશ આપ્યો હતો. તેઓએ સસ્ટેનેબીલીટી અને કો-એક્ઝીટેન્સને આત્મીયતાની ફીલુસુફી દ્વારા સમજાવ્યું હતું તેઓએ કહ્યું કે આપણે બધા અલગ-અગલ જગ્યાઓથી આવ્યા છીએ છતાં પણ આપનો ધ્યેય તો એક જ છે. તેવી જ રીતે બધાના કાર્યો અલગ-અલગ છે. પણ ભવિષ્યના પડકારો સમાન જ છે. તેઓએ એવા શિક્ષણની વાત કરી કે મનુષ્ય અને પ્રકૃતિ બન્નેને સસ્ટેનેબીલીટી તરફ દોરી જાય. તેઓએ આપણા સંસ્કૃતિક વારસાની જાળવણી પરંપરાગત અને સમકાલીન જ્ઞાનના મિશ્રણની વાત કરી હતી. આત્મીય યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. શિવત્રિપાઠીએ આવેલ સૌ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે ટેક્નોલોજી, સસ્ટેનેબીલીટી પર રાખેલ થીમ પર મહેમાનોને માર્ગદશિત કર્યા હતા.

ચાર પ્લેનરીમાં કોન્ફરન્સની શરૂઆત થઈ હતી. જેમાં પ્લેનરી 1 માં ડો. સુનીલ શુકલા, ડો. અર્નસ્ટ વોન કિમાકોવિટ્ઝ, પ્રો. કે.બી. ગુડાસી, ડો. ઓ.પી. ગોયલ, ડો. ઈન્દ્રપ્રીત કૌર વગેરે લોકો જોડાયેલા હતા. જેઓએ વ્યક્તિઓ અને સંસ્થાઓએ સ્પર્ધાત્મક અને સુસંગત રહેવા માટે સતત શિક્ષણ અને ઉચ્ચ કૌશલ્યમાં પ્રદાન વિશેની વાત કરી હતી. તેઓએ ઓટોમેશન અને માનવ કુશળતાની પૂરક ભૂમિકાઓ પર ભાર મૂકવા જણાવ્યું હતું તેમજ પરંપરાગત એમ્પ્લોયર-કર્મચારી સંબંધોની પણ સમીક્ષા કરી હતી. પ્લેનરી 2 માં પ્રો. રાકેશ કે. મુદગલ, પ્રો. (ડો.) વુલ્ફગેંગ અમન, ડો. ટી. દેવી, ડો. દીપમાલા બધેલ, ડો.પૂરણચંદ્ર પાંડે અને   ચિત્તરંજન સારંગી જોડાયેલા હતા. તેઓએ જણાવ્યું કે ગ્લોબલ સાઉથ એવા નિર્ણાયક રસ્તે ઊભું છે જ્યાં ટેક્નોલોજી એક સર્વાંગી વિકાસ માટે મુલ્ય પરીબળ બની શકે છે. ટેકનોલોજીના લાભો મેળવવા લોકોને ટેક્નોલોજી ઍકસેસ, ડિજિટલ સાક્ષરતા અને સામુદાયિક જોડાણ પર વિશેષ ભાર મુકવા જણાવ્યું હતું, પ્લેનરી 3 માં ડો. શ્રીનિવાસન આર. આયંગર, ડો. ઇવાન યુરેટા, ડો.અજય જૈન, ડો.દિવ્યાંગ વ્યાસે, ડો.રાધા શર્મા અને દીપક દ્વિવેદી હતા. તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પરસ્પર સહયોગને પ્રાત્સાહન આપીને, ભવિષ્ય તરફ કામ કરવા આહવાન કર્યું હતું. આંતર અને આંતરરાષ્ટ્રીય તત્વોને એકીકૃત કરીને, વ્યાપાર ઉકેલ વૈશ્વિક દક્ષિણમાં ટકાઉપણાના પડકારોને અસરકારક સબંધો વિશેની વાત કરી હતી. પ્લેનરી 4 સ્પેશીયલ સેશનમાં સારા વુર્ઝર, સત્યભૂસન દાસ ડો.હરેશ ભટ્ટ, ડો. વર્તિકા સી ચતુર્વેદી જોડાયેલ હતા. તેઓએ સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ અને વસ્તીની ચોક્કસ જરૂરિયાતોને સંબોધતા કાયમી ઉકેલો સહ-નિર્માણ કરવા માટે સ્થાનિક જ્ઞાન અને કુશળતા મેળવવાની વાત કરી હતી. પર્યાવરણીય, સામાજિક અને આર્થિક પડકારોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની અને વ્યાપક વ્યવસાય ઉકેલની વાત કરી હતી.

આ કોન્ફરન્સમાં જુદી-જુદી યુનિવર્સિટીઓમાંથી આવેલ 350 થી સંશોધનકર્તાઓ આવેલ હતા. તેમજ તેઓએ 207 થી વધુ ટેક્નોલોજી, સસ્ટેનેબીલીટી અને કો-એક્ઝીટેન્સ વિષય પર પેપર પ્રેસન્ટ કર્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.