Abtak Media Google News

આર્ટ ઓફ લીવીંગ રાજકોટ દ્વારા કાલે તા.૩૦ને રવિવારે સાંજે ૬ થી ૮ કુમકુમ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ સીંગર વિક્રમ હાઝરાની સાથે લાઈવ ભજન કોન્સર્ટનું ભવ્ય આયોજન રાખેલ છે. જેમાં રાજકોટ અને

Advertisement

સૌરાષ્ટ્રની જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે. તેઓ ઈન્ટરનેશનલ ટીચર, સીંગર તેમજ સંગીતની દુનિયામાં ખુબ ખ્યાતી પ્રાપ્ત કરેલ છે.

એચ્યુતમ કેશવમ જે ભજન તેમણે ગાયેલુ છે તે વિશ્ર્વ પ્રસિઘ્ધ છે તેઓ સંગીતના બધા જ ભાગોમાં વિશેષ કળા ધરાવે છે. જેમ કે અમીર ખુશશરોની ગઝલો, બૌધ મંત્રો, કબીરજીની વાણી, મીરાજીના ભજનો અને દૈદાસજી જયદેવજીના ભજનો તેમજ પૂર્વના સંગીતમાં પણ તેમનો ખુબ પ્રભાવ છે અત્યાર સુધીમાં તેમના ૧૨ આલ્બમ રીલીઝ થઈ ચુકયા છે. તેઓ સારા લેખક, ફીલોસોફર, મીડીયા પ્રોડયુસર અને સામાજીક કાર્યકર પણ છે તેઓ દેશ-વિદેશમાં ફરી વ્યકિતગત ઉત્કર્ષ માટેના અને કોર્પોરેટ ક્ષેત્રમાં વિગેરેમાં વર્કશોપ પણ લે છે જેની વધુ માહિતી માટે મો.૯૮૭૯૧ ૨૪૭૭૪નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.