Abtak Media Google News

વારંવાર નોટીફીકેશનના ફેરફારથી વાહન ચાલકોને ચાંદલો!

યોગ્ય નિરાકરણ નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જોડાવાની વકીલ ગોપાલ ત્રિવેદીને ચીમકી

રાજકોટમાં આઇવે પ્રોજેકટ હેઠળ ટ્રાફીક પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકો પાસેી રૂ.પ૦૦ થી લઇને રૂ. ૩૦૦૦ જેવા તોતીંગ દંડી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તાજેતરમાં કેટલાક વકીલોને ખોટી રીતે મેમાઓ અપાતા કલેઇમ બાર એસો.ના પુર્વ પ્રમુખ ગોપાલભાઇ  ત્રિવેદીની  આગેવાની હેઠળ એડવોકેટ રાજેન્દ્ર ડોરી, ભાવેશ પટ્ટણી, સમીર ખીરા, નયન વ્યાસ સહીતના વકીલો અને પત્રકારોએ નાયબ પોલીસ કમિશ્નર  અને રૂબરૂ મળીને રજુઆત કરી હતી. ટ્રાફીક કેસો અયોગ્ય રીતે  કરાતા હોવાની એડીશ્નલ પોલીસ  કમિશ્નરને રજુઆત કરી હતી. રાજકોટ શહેરમાં ટ્રાફીકના કેસો અંગે હાઇસીકયુરેટી નંબર પ્લેટ થી આરટીપી દ્વારા  મોબાઇલથી ફોટા પાડી  માલીકીની માહિતી આપ પાસેના સોફટવેર દ્વારા કલમ ૧૩૩ મુજબ માલીકને તે દંડ અંગે બનાવ સમય કોણ વાહનના ચાલક હતા તેની માહિતી આપ્યે આપના વિભાગ  દ્વારા દંડ માલીક પાસેથી લેવામાં આવે છે જે યોગ્ય નથી. કલમોનું અર્થઘટન પણ બરાબર નથી જેમાં ખાસ તો વન-વે ટ્રાફીક સીંગલના ફેન્સી  નંબર પ્લેટ, રોંગ સાઇડનો ભંગ વિગેરે ટ્રાફીકના કેસો કરવામાં આવે છે. હાઇસીકયુરેટી નંબર પ્લેટમાં કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નંબર પ્લેટમાં ૩ વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવેલા છે. બન્ને  વખત કરોડો વાહન ધારકો એ બદલાવવા આર. ટી. ઓ. માં જવાથી સમય બગડેે અને ખર્ચ કરવા પડે છે. વાહનો અકસ્માત કરી નાસી જતા હોય ફેટલ તથા ઇજા પામનારાઓ વળતરથી વંચીત થતા હીટ એન્ડ રન કેસોમાં સરકારે તેના વારસદારો અથવા ઇજા પામનારોને રકમ આપવી પડે છે. એમ. એ. સી. ટી. બારે નંબર પ્લેટમાં અક્ષરોનો કલર ભુંસાઇ જાય છે તો તે વિભાગે અમોની આરટીઆઇના માહિતીમાં જણાવેલ સરકાર થી ચર્ચા વિચારણા ચાલે છે. જે ધ્યાને લેવા વિનંતી છે. કેન્દ્ર સરકાર દ્વારા વાહનોમાં ફરી નંબર પ્લેટ બદલવાની તમામ આર. ટી. ઓ વિભાગને સુચના આપેલ છે. જેથી કરોડો વાહનોના માલીકે ફરી નંબર પ્લેટ બદલવાની પ્રક્રિયા કરવી પડશે. કેન્દ્ર સરકારના કોઇપણ નોટીફીકેશનનો અભ્યાસ  કર્યા વગર લોકો પાસેથી દંડ લેવો યોગ્ય નથી. અન્યથા અમો સુપ્રીમ કોર્ટમાં સદરહુ કેસમાં જોડાઇ ને આગળ થતી કાર્યવાહી આપના વિભાગ સામે કરશું. આઇવેના કેમેરા અને મોબાઇલ દ્વારા ટ્રાફીકના કેસો કરવામાં આવે છે તે અંગે માહિતી આરટીઆઇ દ્વારા માંગવામાં આવેલી છે તે માહીતી આજદીન સુધી આપવામાં આવેલી નથી. કેમેરાનો હેતુ આ પ્રોજેકટ દ્વારા ટ્રાફીક સંચાલન તથા ગુનાઓ બનતા અટકે અને ગુન્હેગારોને પકડવા માટે છે તો ટ્રાફીકના દંડ શા માટે ? તેમજ રાજકોટના ગુજરાતના લાખો વાહન ધારકો આઇવે કેમેરાના દંડથી બચવા નંબરો સાથે ચેડા કરે છે.  આઇવે પ્રોજેકટનો હેતુ દંડ માટેનો નથી લોકો શાંતીપુર્ણ વાહનો ચલાવી શકે ટ્રાફીક જામ થવાના કારણે પ્રદુષણ તથા ઇંધણ લોકો હેરાન ન થાય તે હેતુ છે. કઇલેમ બારના પુર્વ પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદી સહીતના વકીલો અને પત્રકારોએ નાયબ પોલીસ કમિશ્નરને સમક્ષ રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.