Abtak Media Google News

રાજય સરકાર દ્વારા સરકારી તંત્રને હરહંમેશ પોતાની સરકારી કાર્યવાહી અને લોકોનો સમય ઓછો વેડફાઈ તેવા હેતુથી નવી ટેકનોલોજી પર ભાર મુકાય છે.

જેમ કે દરેક સરકારી કાર્યમાં કોમ્પ્યુટર યુગ આવી જતા લોકોની પરેશાની પણ ખુબ જ ઓછી થઈ ચુકી છે તેવામાં રાજયના નાગરીકો સાથે હંમેશા સતત સંપર્કમાં રહેતા ગુજરાત પોલીસને હાલમાં જ નવા બાઈક તથા પોલીસ અધિકારીઓને ફોર વ્હીલ ઈસ્યુ કરાઈ હતી. જયારે રાજયમાં બનતા દરરોજ નવા ગુન્હાઓને લઈને પોલીસ જે-તે ફરિયાદ બાદ ગુનેગારોને શોધવા હવામાં ફાફા મારતી નજરે પડતી હતી પરંતુ કોઈપણ ગુનેગારને તાત્કાલિક ઝડપવા માટે પોલીસને તેના મોબાઈલ ટ્રેક માટે થોડો સમય પણ જોઈતો હતો તેવામાં રાજય સરકાર દ્વારા પોલીસના દરેક કામ માટે ઉપયોગી એપ્સથી સજજ મોબાઈલને દરેક પોલીસ સ્ટેશનમાં ઈસ્યુ કરાયા હતા.

ત્યારે ધ્રાંગધ્રા તાલુકા તથા સીટી પોલીસ સ્ટેશનમાં પણ રાજય સરકર દ્વારા પોલીસની કામગીરીમાં મદદરૂપ થાય તે માટે નવા મોબાઈલ અપાયા હતા ત્યારે આ મોબાઈલમાં કોઈપણ નેટવર્ક ટ્રેકીંગ, વાહનોના માલિકની ઈનકવાયરી સહિતની કેટલીક જરૂરીયાતમંદ એપ્સથી પોલીસની કામગીરી ખુબ જ સરળ થઈ જવા માટે ખાસ આ નવા આઈફોન લોન્ચ કરાયાનું પણ જાણવા મળ્યું હતું.  ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ૫ મોબાઈલ અપાયા હતા. જેમાં પીઆઈ, પીએસઆઈ, તપાસ અધિકારી (હેડ કોન્સ્ટેબલ) તથા એલઆઈબી સંભાળનાર પોલીસકર્મીને મોબાઈલ ઈસ્યુ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.