Abtak Media Google News

અત્યાર સુધી રમાયેલા 10 મેચમાં અનેક નવા રેકોર્ડ સર્જાયા !!!

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અત્યંત રોમાંચક બની ગઈ છે છેલ્લા એક સપ્તાહમાં કુલ 10 મેચો રમાયા તેમાં અનેક નવા રેકોર્ડો છપાયા છે સામે વિવિધ ટીમોને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. ભારતમાં હાલ સૌથી મોટો ક્રિકેટ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ફ્રેન્ચાઇઝીની ટીમ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમને ચેમ્પિયન બનાવવા માટે મહેનત પણ કરી રહી છે ત્યારે આ 16મી સિઝનમાં અનેક નવા રેકોર્ડો છપાયા છે અને કઈ ટીમને ક્યો કેવો ફાયદો મળ્યો એ પણ જાણવું એટલું જ જરૂરી છે.

ચાલુ આઇપીએલ સિઝનના અવનવા આંકડાઓ આવ્યા સામે

  • કલકત્તામાં રમાયેલા મેચમાં આરસીબી સામે કેકેઆરની 81 રનની જીત ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સીઝનની સૌથી મોટી જીત
  • ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સિઝનમાં આઠ વિકેટે સૌથી મોટી જીત મેળવતું આરસીબી, મુંબઈને આપી હતી માત
  • કલકત્તાના શાર્દુલ ઠાકોરે બેંગ્લોર સામે 29 બોલમાં જ 68 રનની ધમાકેદાર ઇંનિંગ રમી, જેમાં 9 ચોકા અને 3 છગ્ગા ફટકાર્યા
  • સાતમા ક્રમે શાર્દુલ ઠાકુરની ઇનિંગ બીજો સૌથી મોટો હાઈ સ્કોર અત્યાર સુધી આઇપીએલ સિઝનમાં, ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો
  • વર્ષ 2018માં ચેન્નઈ સામે કલકત્તાના બ્રાવોએ 36 બોલમાં 88 રનની ઇંનિંગ રમી હતી અને સાતમા ક્રમના બેટ્સમેન તરીકે સર્વાધિક રન નોંધાવ્યા હતા.
  • 65 રનની ઇંનિંગમાં સર્વાધિક સ્ટ્રાઈકરેટ શાર્દૂલ ઠાકુરના નામે, 234.48ની સ્ટ્રાઈકરેટથી રમ્યો.
  • ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં માર્ક વુડે એકમાત્ર પાંચ વિકેટ હોલ કર્યું.
  • આઈપીએલના ઇતિહાસમાં બે મેચમાં જ આઠ વિકેટ લેનાર માર્ક વુડ અવલક્રમે
  • ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વરુણ ચક્રવતીનું બીજું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન, ચાલુ સિઝનમાં 15 રન આપી ચાર મહત્વપૂર્ણ વિકેટ ઝડપી
  • ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરેલા સુયેશ શર્મા બીજો સ્પિનર બન્યો કે જેને 30 રન આપી ત્રણ વિકેટ ઝડપી.
  • -ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અડધી સદી ફટકારનાર ગુરબાઝ પ્રથમ અફઘાનિસ્તાનનો બેટમેન બન્યો.
  • ભારતીય ક્રિકેટરની યાદીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સાર્દુલ ઠાકુર
  • એક ઇનિંગમાં 9 વિકેટ સ્પીનરો દ્વારા લેવાય જે આઇપીએલ માં સર્વ પ્રથમ ઘટના
  • નાથન એલિસે આઇપીએલ 16મી સિઝનમાં 4 વિકેટ ઝડપી, પાંચ વખત 4 વિકેટ હોલ કર્યો
  • 50 ઈંનિંગમાં 50 પ્લસ રન બનાવનાર શિખર ધવન , ડેવિડ વોર્નર અને વિરાટ બાદ ત્રીજો ખેલાડી
  • આઇપીએલમાં રાજસ્થાન વિરુદ્ધ સર્વાધિક શિખર ધવને 10ની એવરેજ સાથે 662 રન ફટકાર્યા
  • ચાલુ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 50ની એવરેજ સાથે ચેન્નઈનો ઋતુરાજ ગાયકવાડે 149 રન નોંધાવી પોઇન્ટ ટેબલમાં મોખરે
  • ઇન્ડિયન પ્રિમયર લીગના 16મી સિઝનમાં પાવરપ્લેમાં લખનવે 80 રન ફટકાર્યા
  • આઇપીએલ ઇતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી અડધીસદી માયર્સએ ફટકારી, 22 બોલમાં 53 રન ફટકાર્યા
  • ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ સામે આરસીબીએ સૌથી વધુ ભાગીદારી સાથે રનચેઝ કર્યો
  • ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચોથી વખત ટીમના પ્રથમ ત્રણ ખેલાડીઓએ અડધી સદી ફટકારી જેમાં રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ 54 રન, જોસ બટલર 54 રન અને સંજુ સેમસન 55 રન ફટકાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.