Abtak Media Google News

બંને ટીમના સુકાની પ્રથમ મેચમાં નબળા પ્રદર્શનના ’શ્રાપ’ માંથી બહાર નિકળશે ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 16મી સીઝનનો આજે પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે જેમાં આજે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ચેન્નઈને પ્રથમ મેચમાં હરાવી વિજયનો આકાશ કરે તે રીતે જ ટીમ મેદાન પર ઉતરશે. અત્યાર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રાથમિક મેચોમાં સુકાનીના સારા પ્રદર્શન જોવા મળ્યા નથી ત્યારે આ 16મી સિઝનમાં બંને ટીમના સુકાની ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જે શ્રાપ નબળા પ્રદર્શનનો લાગેલો છે તેને દૂર કરશે કે કેમ એ પણ જોવાનું રહ્યું.

2022માં પ્રથમ વખત લીગમાં સામેલ થયા બાદ રેકોર્ડ પેપર ઉપર નાના દેખાતા ખેલાડીઓ વડે હાર્દિક પંડયાએ ટીમને ચેમ્પિયન બનાવી હતી. ફાઇનલમાં ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ચાર વખત ચેન્નઇ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવી ચૂકેલા સુકાની ધોનીની ટીમ સામે ગુજરાતની ટીમ મેદાનમાં ઊતરશે ત્યારે તેની સામે ટાઇટલનું રક્ષણ કરવાનો પડકાર રહેશે.  ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રાથમિક મેચો દરેક ટીમના સુકાની માટે બેડલખ સાબિત થયા છે ત્યારે પ્રથમ મેચમાં ધોની અને હાર્દિક પંડ્યા આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ મેદાનમાં ઉતરશે. 2022ની સિઝનમાં બંને ટીમ બે વખત ટકરાઈ હતી અને બંને વખત ગુજરાતે મેચ જીતી હતી.

ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનું વધારે પસંદ કરશે. પિચ બેટિંગ માટે આસાન હોવા છતાં મેચના બીજા ભાગમાં થોડીક ધીમી પડી શકે છે. મેચનો સાંજે 7:30થી પ્રારંભ થશે. ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આઇપીએલ 2023ની શરૂઆત જીત સાથે કરવા માગે છે. જોકે, ગયા વર્ષે ગુજરાતે ચેન્નાઈ સામેની બંને મેચ જીતી હતી. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.  આઈપીએલની 16મી સિઝનમાં કુલ 70 લીગ મેચ રમાશે જેથી આ વખતે ની ઇન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ પણ વધ્યો છે.

ધોનીની સફળતાની ઊંચાઈ સાથે આઈપીએલએ સફળતા હાંસલ કરી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અને કેપ્ટન કુલ પોતાની અલગ અંદાજ અને ક્રિકેટ રમતથી વિશ્વવિખ્યાત છે કેપ્ટન કુલ ની સફળતાની ઊંચાઈ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગે પણ સફળતાઓ હાંસલ કરી છે. ટી 20 અને વન ડે વિશ્વ કપ ભારતને જીતાડનાર કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની ના રેકોર્ડ તેને વિખ્યાત ખેલાડી તરીકે પણ પ્રસ્થાપિત કરે છે સામે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્રસિંહ ધોની દ્વારા જે પ્રદર્શન હાથ ધરવામાં આવેલું છે તે પણ અનેરૂ છે જેને લઇ ઇન્ડિયન પ્રીમિયર લીગ ના રોમાંચમાં વધારો થયો છે.

કેપ્ટન કુલ ધોની દરેક વિપરીત પરિસ્થિતિમાંથી પણ આઇપીએલમાં પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને એક વખત પુનેને બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ક્રિકેટના રસીકો ઇન્ડિયન પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધોનીને જ જોઈ રહ્યા છે અને તેમનું માનવું છે કે ધોની હજુ પણ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અનેક નવા રેકોર્ડ સર કરશે. પણ વિપક્ષે ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમવા માટે હર હંમેશ ડરતી હોય છે કારણ કે ગમે તે વિકટ પરિસ્થિતિ હોય મહેન્દ્રસિંહ ધોની તેમાંથી તેની ટીમને ઉગારી લે છે જે ખરા અર્થમાં એક સારા સુકાનીની ઓળખ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.