Abtak Media Google News

IPLની ૧૧મી સિઝનની ૫૧મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર બેસિલ થમ્પી યાદ રાખવા નહીં ઇચ્છે. ભુવનેશ્વર અસ્વસ્થ હોવાના કારણે થમ્પીને ગઈ કાલની મેચમાં રમવાની તક મળી હતી, પરંતુ ગઈ કાલની મેચમાં થમ્પી ઈંઙકનો સૌથી વધુ રન લૂંટાવનારો બોલર બની ગયો.

RCB સામે રમાયેલી મેચમાં થમ્પીએ ૪ ઓવરમાં ૭૧ રન ખર્ચી નાખ્યા. હવે ઈIPLમાં સૌથી વધુ લૂંટાવવાના મામલે તે પહેલા નંબર પર આવી ગયો છે. આ ઉપરાંત ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન લૂંટાવવાના મામલે તે ત્રીજા સ્થાન પર આવી ગયો છે.

IPLમાં અગાઉ આ રેકોર્ડ ઈશાંત શર્માના નામે હતો, જેણે ૨૦૧૩માં ચાર ઓવરમાં ૬૬ રન આપ્યા હતા. ઈશાંતની ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ધોલાઈ થઈ હતી.

આ સિઝનમાં થમ્પીને ચોથી વાર મેદાનમાં ઊતરવાની તક મળી હતી એટલે કે થમ્પી આ સિઝનમાં કુલ નવ વાર ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. ગઈ કાલની મેચમાં તેને તક મળી તો RCBના બેટ્સમેનોએ તેની જબરદસ્ત ધોલાઈ કરી નાખી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.