Abtak Media Google News

સૌથી વધુ રન તો  ઋષભ પંતે બનાવ્યા પણ સૌથી વધુ સિક્સરો અને ચોક્કા પણ તેમણે જ  ફટકાર્યા

આઇપીએલ ૨૦૧૮ ના લીગ મેચ ગઈકાલે  રાત્રે પુરા થયા  અને સાથોસાથ ચાર ટીમ પ્લે ઓફમા  પહોંચી ગઈ અને ચાર ટીમ બહાર પણ નીકળી ગઈ.૫૬ મેચ દરમિયાન પ્રત્યેક ટીમ ૧૪ મેચો રમી અને એ દરમિયાન અનેક રેકોર્ડ પણ બન્યા અને અનેક રેકોર્ડ પણ  તૂટ્યા  ત્યારે ૨૦૧૮માં સૌથી વધુ રન કોને બનાવ્યા અને સૌથી વ વધુ વિકેટ કોને લીધી અને સૌથી વધુ રન કોને આપ્યા અને સૌથી વધુ સિક્સરો કોને ફાટકરી તેની વિશેષ માહિતી અહીં  પ્રસ્તુત કરી છે

Advertisement

સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ઋષભ પંત

Rishabh_Pant_

આઇપીએલ ૨૦૧૮માં દિલ્હીની ટીમ ભલે ક્વોલિફાઇ ન થઇ પંરતુ સૌથી વધુ રન કરવાનું બહુમાન ઋષભ પંતનાં ફાળે ગયુંમપંતે ૧૪ મેચમાં સૌથી વધુ ૫૨.૬૧ની એવરેજ અને ૧૭૩.૬૦ રનની  સ્ટ્રાઇક રેઈટ સાથે ૬૮૪ રન ફટકારી દીધા જેમાં તેમને એક સદી અને પાંચ અર્ધ સદી પણ ફટકારી દીધી  જયારે બીજા નંબરે સન રાઇઝર્સ હૈદરાબાદના કેન વિલિયમશન  કે  જેમને ૬૬૧ રન જયારે ત્રીજા નંબરે લોકેશ રાહુલ રહ્યા કે જેમને ૬૫૯ રન ફટકાર્યા જયારે અંબાતી રાયડુએ ૫૮૬,જોસ બટલરે ૫૪૮,વિરાટ કોહલીએ ૫૩૦ અને સુર્યકુમાર યાદવે ૫૧૨ રન કર્યા  હતા

સૌથી વધુ સિક્સર અને બાઉન્ડરી પણ રિષભ પંતનાં નામે

આઇપીએલ ૨૦૧૮માં  સૌથી વધુ  સિક્સરો અને સીઝોકકા ફરતકારવામાં પણ રિષભ પંત સૌથી આગળ નીકળી ગયા.૧૪ મેચદરમિયાન  ઋષભ પંતે ૩૭ સિક્સરો ફટકારી અને સાથોસાથે ૬૮ ચોક્કા  પણ ફટકારી જે અન્ય  કોઈપણ બેટ્સમેન  કરતા વધારે છે ત્યાર બાદ અંબાતી રાયડુએ ૩૩ સિક્સરો  અને ૫૨ ચોક્કા ફટકાર્યા છે જયારે લોકેશ રાહુલે  ૩૨ સિક્સરો અને ૬૫ ચોક્કા ફટકાર્યા છે આ ઉપરાંત ડિવિલિયર્સે  ૪૦ સિક્સરો અને ધોનીએ ૩૦  સિક્સરો ફટકારી છે ક્રિસ  ગેલે ૨૭ સિક્સરો ફટકારી છે

સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર એન્ડ્રયુ ટાઈ 

Prv 1493386142આઇપીએલ ૨૦૧૮માં  સૌથી વધુ વિકેટ ઝડપવાનું બહુમાન કિંગ્સ ઇલેવન પંજાબના બોલર  એન્ડ્રયુ ટાઈ ના નામે છે કે જેમને ૧૪ મેચમાં ૨૭ વિકેટ લઈને સૌથી વિકેટ ઝડપવાનું બિરુદ હાંસલ કરી લીધુંમ ટાઈ ઉપરાંત ઉમેશ યાદવે ૨૦ વિકેટ ઝડપી છે જયારે હાર્દિક પંડ્યાએ ૧૮, ટ્રેન્ટ બોલ્ટ ૧૮ અને બુમરાહ અને સિદ્ધાર્થ કૌલે ૧૭ વિકેટ ઝડપી  હતી.

 

સૌથી શ્રેષ્ઠ બેટિંગ એવરેજ ધોનીના નામે

Dhoni 647 010218091603 1આઈપીએલમાં અનેક બેટ્સમેન દ્વારા ૬૦૦ આસપાસ રન બનાવામાં આવ્યા પરંતુ શ્રેષ્ઠ એવરેજ ચેણાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના  નામે રહી કે જેમને ૧૪ મેચની સમાપ્તિ પર ૮૯,૨૦ ની એવરેજ સાથે ૪૪૬ રન ફટકાર્યા અને એવરેજની દ્રષ્ટિએ ટોચ પર રહ્યામ બીજા ક્રમે અભિષેક: શર્મા રહ્યા કે જેમની એવરેજ ૬૩ રનની  અને કેન વિલિયમશનની એવરેજ ૬૦ રનની  રહી જયારે હાઈએસ્ટ સ્ટ્રાઇક રેઈટ પણ અભિષેક: શર્માના નામે રહી કે જેમને ૧૯૦રનની  સ્ટ્રાઇક રેઇટથી  રન બનાવ્યા બીજા નંબરે રસેલ છે કે જેમને ૧૮૯.૩૦ સ્ટ્રાઇક રેઈટ સાથે રન બનાવ્યા સુનિલ નારાયણની સ્ટ્રાઇક રેઈટ પણ ૧૮૯ રનની  રહી

સૌથી વધુ અર્ધ સદી કેન વિલિયમશનના નામે

Williamson 759આઇપીએલ દરમિયાન અનેક બેટ્સમેન દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવ્યું અને ઘણા બેટ્સમેન દ્વારા જોત જોતામાં ૫૦ રન ફટકારી દેવામાં આવતા હતા પણ સૌથી વધુ અર્ધ સદી હૈદરાબાદના સુકાની કેન વિલિયમશનના નામે છે કે જેમને આઇપીએલ ૨૦૧૮ દરમિયાન ૧૪ મેચમાં ૮ અર્ધ સદી ફટકારી જે સૌથી વધુ છે જયારે બીજા નંબર પર એબી ડિવિલિયર્સ, રિષભ પંત અને કે એલ રાહુલ છે કે જેવો ત્રણેય દ્વારા ૬ અર્ધ સદી ફટકારવામાં આવી જયારે ત્રીજા સ્થાને જોસ બટલર રહ્યા હતા કે જેમને ૫અર્ધ  ફરકારી હતી

બેસ્ટ ઈકોનોમિકલ બોલિંગ નગીડીના નામે

Ron 5691સમ્રગ આઇપીએલ દરમિયાન સૌથી  વધુ ઈકોનોમિકલ બોલર તરીકે સાઉથ આફ્રિકન નો નગીડી  સાબિત થયો હતો કે જેમને ઓવર દીઠ માત્ર ૬.૧૧ રન આપ્યા હતા જયારે બીજા નંબર પર ઈશ સોઢીએ ઓવર દીઠ ૬.૩૧ અને ડી એમ શોર્ટ દ્વારા ૬.૩૩ રન આપવામાં આવ્યા હતા

એક દાવમાં સૌથી વધુ રન બેસિલ થમ્પીએ આપ્યા

Thampi Mઆઇપીએલ ૨૦૧૮ દરમિયાન ઘણા બોલરો ખર્ચાળ પણ સાબિત થયા હતા જેમાં એક દાવમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ બેસિલ થમ્પી દ્વારા નોંધાયો કે જેમણે  પોટનાઈ ચાર ઓવરમાં ૭૦ રન આપ્યા હતા જે અત્યાર સુધીની સૌથી ખર્ચાળ બોલિંગ છે જયારે બીજા નંબર પર ઉમેશ યાદવ છે કે જેમને ચાર ઓવરમાં ૫૯ રન  અને ત્રીજા નંબર પર કોરી ઇંદર્શન અને શિવમ માવી છે  કે જે બંનેએ ૫૭ રન આપ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.