Abtak Media Google News

નર્મદા કેનાલમાં થતી પાણી ચોરી અટકાવવા પિયુષ પટેલે રાજકોટમાં અસરકારક કામગીરી કરી’તી

આઈપીએસ પિયુષ પટેલની બીએસએફના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ અંગે જાણ કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને તાત્કાલિક પિયૂષ પટેલને હાલની ફરજમાંથી મુકત કરવા માટે પત્ર લખ્યો છે. પિયુષ પટેલ 1998 બેચના ગુજરાત કેડરના આઈપીએસ છે.

થોડા સમય પહેલા રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં પિયુષ પુરુષોત્તમદાસ પટેલની અધિક પોલીસ મહાનિર્દેશક, , સુરત રેન્જ ખાતે બદલી કરવામાં આવી હતી.

થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારને કોઈપણ સંજોગોમાં નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવું હતું અને તેમાં પણ, વરસાદ ઓછો પડ્યો હોવાના કારણે ખેડૂતો કેનાલમાંથી પાણીની ચોરી કરતા હતા તેવું સરકાર માનવું હતું. જેના કારણે પાણી ચોરી અટકાવવા માટે સરકારે તે સમયના એસઆરપીના આઈજી પિયુષ પટેલને તાત્કાલિક અસરથી રાજકોટ મોકલી આપ્યા હતા અને સુપરવિઝનની ખાસ જવાબદારી પણ તેમના માથે મુકી હતી.

અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, મોરબીમાંથી પસાર થતી કેનાલમાંથી પાણીની ચોરી થઈ રહી હોવાનો નર્મદા નિગમનો દાવો કર્યો હતો અને પોલીસ પાસે નર્મદાના પાણીની ચોરી અટકાવવા રક્ષણની માગણી કરી હતી. તે સમયે રાજ્ય સરકારે હથિયારી એકમો (એસઆરપી)ના ગાંધીનગરના આઈજી પિયુષ પટેલને તાત્કાલીક અસરથી રાજકોટ મોકલી આપ્યા હતા. સુપરવિઝનની તમામ જવાબદારી તેમના હસ્તક જ આપી હતી.

જયારે આઇ.પી.એસ. પિયુષ પટેલ વિશે વાત કરવામાં આવે તો તેમનો જન્મ   28 નવેમ્બર 1971ના રોજ અને તે મૂળ અમદાવાદના છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે.

અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક  તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી રહ્યા હતા. પીયૂષ પટેલની બીએસએફમાં આ બીજી પોસ્ટિંગ છે. અગાઉ 2013માં તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારબાદ તેઓ ડીઆઈજી તરીકે બીએસએફમાં જોડાયા હતા. આ પછી તે 2016 સુધી બીએસ.એફ.માં રહ્યો. પીયૂષ પટેલ ગુજરાત કેડરના 21મા આઇપીએસઅધિકારી છે જેઓ હાલમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. પીયૂષ પટેલને આ વર્ષે જાન્યુઆરીમાં પ્રમોશન મળ્યું હતું અને એડીજીપીના રેન્ક પર બઢતી આપવામાં આવી હતી. પીયૂષ પટેલ ઓક્ટોબર 2022માં સુરતના રેન્જ આઈજી બન્યા હતા. આ પહેલા તેઓ ગાંધીનગર (આમ્ર્ડ યુનિટ)ના આઈજી હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.