Abtak Media Google News

પોરબંદર એસપીનો ચાર્જ શૈફાલી બરવાળાને અને  જૂનાગઢ એસપીનો ચાર્જ ડો.કરણરાજ વાઘેલાને ચાર્જ સોપાયો

રાજયના ડીસીપી અને એસપી કક્ષાના 11 આઇપીએસ અધિકારીઓને  હૈદરાબાદ ખાતે વિશેષ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જૂનાગઢ એસપી રવિ તેજા, પોરબંદર એસપી રવિ મોહન સૈની સહિત 11 આઇપીએસ અધિકારીઓને ખાસ ટ્રેનિગ માટે હૈદરાબાદ ખાતે મોકલવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા વાસીમ શેટટ્ટીનો ચાર્જ ડો.કરણરાજ વાઘેલા,  પોરબંદર એસપી રવિ મોહન સૈનીનો ચાર્જ શૈફાલી બરવાળાને સોપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલનો ચાજ4 હજી સુધી કોઇને સોપવામાં આવ્યો નથી ટૂંક સમયમાં તેમનો ચાર્જ પોલીસ કમિશનર દ્વારા અન્ય ડીસીપીને સોપવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.