Abtak Media Google News

આપણે જૂની કેહવત છે  દરરોજ એક સફરજન ખાવાથી રોગો દૂર થાઈ છે, જે સાવ સાચી વાત છે.ફળો માં ભરપૂર માત્રમાં વિટામિન અને ખનીજ હોય છે. ફળોના સેવનથી બીમારી દૂર થાઈ છે. આ સમયમાં શાક-ભાજી અને ફળો ની પરખ કોઈ કરી શકતુ નથી ઓર્ગનિક છે કે કેમિકલ થી ઉત્પાદન કરેલ છે. ચાલો આજે આપણે જાણીય ફળો પર ના સ્ટિકરનું રહસ્ય.

Plu Fruit Stickers

આજે બજારમાં અનેક ફળો જોવા મલે છે. એવું કહેવાય છે કે ફળો માં કોઈ હાનિકારક નથી. બધા ફળો નો સ્વાદ અને તેની ગુણવતાં અલગ અલગ હોય છે. અમુક ફળો મોંઘા હોય છે . ઘણા ફળો પર સ્ટિકર લગાવેલા હોય છે. પરંતુ કોઈ એનું કારણ જાણતું નથી.

ઘણી મહત્વપુર્ણ માહિતી સ્ટિકર ઉપરથી જાણી શકાઇ છે.

ઘણા લોકોને આદત હોય છે ફળ ખરીદવા જાઈ ત્યારે ફળો પર નું સ્ટિકર જોવે છે. ફળ પર આ સ્ટિકર પાસે Price Look-Up (PLU) નામનો કોડ હોય છે. જે ઘણા પ્રકારના અલગ અલગ અર્થ થતાં હોય છે. આ સ્ટિકર સૂચવે છે ક્યૂ ફળ લેવું જોઈએ  ક્યૂ નહીં. તે વિશે માહિતી આપે છે.

Plu Codes On Fruits Vegetables 1

આ સ્ટિકરથી સંબંધીત આ બાબતો ને ધ્યાનમાં રાખો

ફાળો કે શાકભાજીના સ્ટિકર પર લખાયેલ કોડ, સૂચવે છે કે આ ફળ અથવા શાકભાજી ઉગાડતી વખતે પરંપરાગત પદ્ધતિઓનો ઉપિયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, આ ફળ અથવા શાકભાજીમાં પરંપરાગત જંતુનાશકો અને રસાયણોનો ઉપિયોગ કરવામાં આવ્યો છે. તેથી આવા શાકભાજી અને ફળો ખાઈ શકાય છે.

જો તમે જે ફળો અથવા શાકભાજી ખરીદી કરી રહ્યા છો તો તેના સ્ટિકરો પર 5 અંકનો કોડ ધરાવે છે અને 8 થી શરૂ થઈ રહિયો છે તેનો અર્થ એ કે ફળ જૈવિક પદ્ધતિઓનો ઉપિયોગ કરવામાં આવ્યો છે.તે આનુવંશિક રીતે સુધારી શકાય છે.

જો તમે ફળો કે શાકભાજી ખરીદી રહ્યા છો અને તેના સ્ટિકર પર નો કોડ 5 ધરાવે છે  અને  9 થી શરૂ થાઈ છે.તો તેનો અર્થ એ છે કે આ ફળ પણ સજીવ રીતે ઉગાડવામાં આવ્યા છે.પરંતુ તેમાં આનુવંશિક રૂપે ફેરફાર કરી શકાતો નથી.

ફળો કે શાકભાજી ખરીદવા જાય ત્યારે એમના પર સ્ટિકર લગાવેલા અને બાજુના કોડ અચૂક વાંચજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.