Abtak Media Google News
અહી વર્ષોથી પરંપરાના નામે સ્ત્રીઓને પીવડાવામાં આવે છે માસિક ધર્મનું ગંદુ લોહી..

આજે પણ માસિક ધર્મને લઈને ખોટી માન્યતાઓ પ્રસરેલી છે. શું કોઈ સ્ત્રી માટે માસિક ધર્મએ કોઈ શ્રાપ છે.  કોઈ પણ સ્ત્રી જયારે માસિક ધર્મમાં હોય ત્યારે તેને અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. તેમને મંદિર કે કોઈ પવિત્ર સ્થાને જવા દેવામાં આવતી નથી. આવી ઘણી  માન્યતાઓ છે જે દરેક સ્ત્રીને ભોગવી પડે છે. આજે પણ પરંપરાના નામે સ્ત્રીઓ સાથે ઘણી શર્મનાક હરકતો કરવામાં આવે છે તો ચાલો જાણીએ માસિક ધર્મને લઈને આવી અનેક માન્યતાઓ વિષે…

Advertisement

ઈન્ડોનેશિયાના બાલી માં રહેનારા લોકો,નાઈજીરીયાના ઘણા ટ્રાઈબ્સ અને દક્ષીણ ભારતના ઘણા ભાગમાં માસિક ધર્મ સમયે સ્ત્રીઓને ઘરથી દુર કરવામાં આવે છે.

ત્યાના લોકો એવું વિચારે છે કે તે સમયે સ્ત્રી અશુદ્ધ અને અપવિત્ર હોય છે તેથી ઘરના બાકીના લોકોએ તેની સાથે રેહવું યોગ્ય નથી.

બાંગ્લાદેશ અને તેની આસપાસ રહેતા બોલ્સ સમાજના લોકો પરંપરાના નામે ઘણી અજીબ ચીજો કરે છે. અહીના લોકો જયારે પણ કોઈ યુવતી પહેલી વાર માસિક ધર્મમાં થાય છે ત્યારે તેને તેના માસિક ધર્મના લોહીને ગાયના દુધમાં કપૂર અને નારિયેળના દૂધ સાથે મિક્સ કરીને પીવડાવામાં આવે છે. ત્યાના લોકો એવું માનવું  છે કે આ પીવાથી તાકાત વધે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.પરંપરાના નામે આજે પણ આ લોકો હાલના સમયમાં પણ આ અજીબ વસ્તુ યુવતીઓ પાસે કરાવે છે.

ભારતમાં જ નહિ પરંતુ બીજા ઘણા દેશોમાં માસિક ધર્મને લઈને ખોટી માન્યતાઓ રાખે છે. નેપાળમાં માંશિક ધર્મ સમયે જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને અડી જાય તો તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.

ભારતના ઘણા શહેરોમાં એવી પ્રથા છે કે માસિક ધર્મ સમયે સ્ત્રી ખાવાનું બનાવી શકતી નથી. બનવાની વાત તો દુર રહી પરંતુ તે સમયે ખાવાના કોઈ પણ સામાનને અડી સકતી નથી.

સાઉથ આફ્રિકામાં જુલુસ સમયે યુવતીના માસિક ધર્મ શરૂ થયા બાદ બકરાની બલી  આપવામાં આવે છે અને તે યુવતીને તેના મિત્રોથી અલગ કરી નવડાવીને માટીથી ઢાંકી દેવામાં આવે છે.

આજે ૨૧મિ સદીમાં પહોચ્યા બાદ પણ સ્ત્રીઓનાં માસિક ધર્મને લઈને ઘણી માન્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.