Abtak Media Google News

જેલ અને પોલીસ વિભાવ વચ્ચેની લાઈનને અસરકર્તા કોર્ટના ચુકાદાની અસર ગુજરાત સહિતના રાજ્ય પર અસર પડશે!!! 

જેલ વિભાગમાં સીધી ભરતી અથવા બઢતી સાથે નિમણૂક કરવા નિર્દેશ આપવો જરૂરી, હંગામી ધોરણે બઢતી અને બદલીની મંજૂરી આપવી જોઈએ 

 

કર્મચારી પાસેથી યોગ્ય કામગીરી લેવામાં આવે તો ફરજ સારી રીતે અદા થાય અને વ્યવસ્થા પણ સારી રીતે જળવાઈ પણ જો અન્ય વિભાગના કર્મચારી પાસે પોતાના કાર્યક્ષેત્ર બહારની કામગીરી લેવામાં આવે તો વ્યવસ્થાની સાથોસાથ નાગરિકોના મૂળભૂત અધિકારો પર જોખમ ઊભું થાય છે.

ઉતરાખંડ હાઇકોર્ટ પોલીસ કર્મચારીઓને જેઇલ વોર્ડન તરીકેની કામગીરી સોંપવા સામે ઉભો સવાલ ઉઠાવી મુલકી પોલીસને જેની કામગીરી સોંપવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર તો વિપરીત અસર થાય છે. સાથોસાથ આરોપીના માનવ અધિકારને પણ મોટું નુકસાન થતું હોવાનુ ઠેરવીને જેલનો ચાર્જ પોલીસને સોંપવાના ગૃહ વિભાગના આ નિર્ણયને રુક જાઓના આદેશ આપ્યા છે.

કાયદો અને વ્યવસ્થા જાળવતા અધિકારીઓને જેલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવે તો આરોપીના મૂળભૂત અધિકારોનું હનન થાય તેવું ઉત્તરાખંડ હાઇકોર્ટની ખંડપીઠે જાહેર હિતની અરજીમાં અવલોકન કરી જણાવ્યું હતું કે, જેલ અને પોલીસ વિભાગની વચ્ચેની લાઈનને અસરકારક રીતે ધૂંધળું કરે છે.

ઉત્તરાખંડ ગૃહ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા સંભાળતા પોલીસ અધિકારીઓને જેલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવતા આ મામલે જાગૃત નાગરિક દ્વારા ઉત્તરાખંડ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ આર. એસ. ચૌહાણ અને ન્યાયાધીશ આલોકકુમારની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણીમાં હાઇકોર્ટની ખંડપીઠે ગૃહ વિભાગના સેક્રેટરી અને જેલ વડાને નિર્દેશ આપ્યા કે, રાજ્ય સરકાર જેલના અધિકારીઓની સીધી ભરતી કરે અથવા પ્રમોશન દ્વારા નિમણૂક આપે. ત્યાં સુધી તેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે. આ પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ થવી જોઈએ. સાતહોસાથ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો આથી જેલ અને પોલીસ વિભાગની વચ્ચેની લાઈનની અસરકારકતા ધૂંધળી થાય છે. આ બંનેને અલગ હોવાથી તપાસ

કરનાર અધિકારી પાસે જેલનો ચાર્જ હોય તો છે તો આરોપી વિરુદ્ધ પોલીસ પ્રેસર આવશે. પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડીનો ભેદ રેખા સમાપ્ત થશે.

ગુજરાત પોલીસ અને ખાસ કરીને જે વિભાગને પણ પરસ્પર કર્મચારીઓની ફરજ સોંપણીના મુદ્દા ઉતરાખંડ હાઈકોર્ટના ચુકાદાથી અસર કરશે. ગુજરાતમાં અનેક જેલોમાં જેલ સ્ટાફની અછતને કારણે પોલીસ કર્મચારીઓને જેલની ફરજ  આપવામાં આવે છે.પોલીસ સુરક્ષા કર્મચારીઓ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મહત્ત્વના હોય તેમને અન્ય કામ સોંપવાથી સીધી અસર કાયદો અને વ્યવસ્થા પર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.