તમારું નામ પણ નીરજ છે ? પહોંચી જાવ ‘પેટ પૂજા’ ફાસ્ટફૂડમાં, મળશે તદન ફ્રીમાં નાસ્તો

શહેરના પ્રતિષ્ઠિત વેગન ક્રશ બેકરી ળા રાજેશભાઈ જેસાણી દ્વારા નવા બસ સ્ટેન્ડ બસપોર્ટમાં પેટ પૂજાના નામથી ફાસ્ટફૂડ અને નમકીન સ્ટોરનો શુભારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ તકે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર અશ્ર્વીનભાઈ પાંભર, કોર્પોરેટર બીપીનભાઈ બેરા તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર યુવા ભાજપના મહામંત્રી કિશનભાઈ ટીલવા, રઘુભાઈ ધોળકીયા, નીતીનભાઈ ભૂત, તેજશભાઈ જોષી, જયસુખાઈ પટેલ અને પૂર્વેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ પૂજા દ્વારા ભારતના પોતાના ગોલ્ડન બોય નિરજ ચોપડાના સન્માનમાં શહેરના નિરજ નામ ધરાવતા કોઈપણ નાગરીક માટે 1 મહિનો આજથી 14 સપ્ટેમ્બર સુધી તદન ફ્રી નાસ્તો આપવાનું આયોજન કર્યું છે.