ઈશાન અને કે.એલ.એ શાનદાર પ્રદર્શન દ્વારા વોર્મઅપમાં ઇંગ્લેન્ડને પછાડયું!

કિશનના અર્ધશતકે ભારતને ૭ વિકેટે વિજય અપાવ્યો

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માં ભારતીય ટીમ ખિતાબ માટે સૌથી વધુ દાવેદાર કેમ છે, તેનો જવાબ ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં જોવા મળ્યો. ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા, પરંતુ આ છતાં ટીમ ઈન્ડિયાને વિજય મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.

ભારતીય ટીમે કેએલ રાહુલ અને ઇશાન કિશનની અડધી સદીના આધારે ૭ વિકેટે જીત મેળવી હતી. કેએલ રાહુલે માત્ર ૨૪ બોલમાં ૫૧ રન બનાવ્યા જ્યારે ઇશાન કિશને ૭૦ રન બનાવ્યા. ઇશાન કિશન ૪૬ બોલ રમ્યા બાદ અણનમ નિવૃત્ત થયો હતો અને તેણે પોતાની ઇનિંગમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ પણ ૧૫૦ થી વધુ હતો. પંતે અણનમ ૨૯ રન પણ બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ મેનેજમેન્ટ એ ખેલાડીઓને તક આપવા ઈચ્છે છે જેમનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન હજુ નિશ્ચિત નથી. આવા ખેલાડીઓને બેટિંગ કે બોલિંગ કરવાની વધુ તક આપવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી તેઓ તેમના વર્તમાન ફોર્મ વિશે વધુ સારી રીતે વિચાર કરી શકે. ટી-૨૦ વર્લ્ડ કપની છેલ્લા સંસ્કરણમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચ્યું હતું. પ્રેક્ટિસ મેચમાં, બંને ટીમો તેમના ખેલાડીઓને અજમાવવા માંગે છે જેથી ટીમ કોમ્બિનેશન શ્રેષ્ઠ બની શકે. આ મેચને ટી-૨૦ નો દરજ્જો નહીં મળે, ત્યાર બાદ તમામ ૧૫ ખેલાડીઓ તેમની ભૂમિકા ભજવતા જોવા મળશે.

વિરાટ કોહલીએ ટોસ દરમિયાન એક મોટી ચોખવટ કરતા કહ્યું હતું કે, વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું કે તે ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન ઓપનિંગ નહી કરે. માત્ર કેએલ રાહુલ અને રોહિત શર્મા જ આ જવાબદારી નિભાવશે.

મેચની ૧૦મી ઓવર લઈને આવેલા રાહુલ ચાહરે મલાનને આઉટ કર્યો હતો. ઓવરની બીજી બોલ પર મલાન બોલ્ડ થયો, તે ૧૮ બોલમાં ૧૮ રન બનાવી આઉટ થયો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ચાહરની મોંઘી ઓવર સાબિત થઈ હતી. તે ૧૪મી ઓવરમાં નાખવા આવ્યા અને લિયામ લિવિંગ્સ્ટને ઓવરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે ઓવરના ત્રીજા અને પાંચમા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કુલ 17 રન આવ્યા.

મોહમ્મદ શમી ૧૫મી ઓવર ફેંકવા આવ્યો હતો. જોની બેયરસ્ટોએ ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, તે ઓવરના પાંચમા બોલ પર બોલ્ડ થયો. લિવિંગ્સ્ટન મિડ-વિકેટ તરફ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ સ્ટમ્પ પર વાગ્યો હતો.

ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૮૮ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોની બેલસ્ટોએ ૪૯ અને મોઈન અલીએ ૪૩ રન બનાવ્યા હતા. બીજી તરફ મોહમ્મદ શમીએ ત્રણ અને જસપ્રિત બુમરાહ અને રાહુલ ચાહરે ૧-૧ વિકેટ લીધી હતી.

૧૫ ઓવર પછી ભારતનો સ્કોર ૧૪૮-૨ હતો. ટીમને અહીંથી જીતવા માટે ૩૦ બોલમાં ૪૧ રનની જરૂર હતી. લિયામ લિવિંગસ્ટોને વિરાટ કોહલીને સસ્તામાં આઉટ કરીને પોતાની ટીમને બીજી સફળતા અપાવી હતી. વિરાટ માત્ર ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતના દાવની ૧૨ ઓવર ફેંકવા આવેલા સ્પિનર આદિલ રશીદની ઓવરમાં ઓપનર ઈશાન કિશને ૨૪ રન બનાવ્યા. કિશને આ ઓવરમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા.