Abtak Media Google News

ઈસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખની જાહેરાત કરી દીધી છે. ઈસરોના ચેરમેન કે સિવને મંગળવારે જણાવ્યું કે તેને 3 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. તે 16 ફેબ્રુઆરીએ ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક નિયત સ્થાન પર ઉતરશે. ઈસરોની માર્ચ 2019 પહેલા સુધી ચંદ્રયાન-2 સહિત 19 મિશન લોન્ચ કરવાની યોજના છે.

Advertisement

સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2નું વજન 600 કિલોગ્રામ વધારવામાં આવ્યું છે. મૂળે, પ્રયોગો દરમિયાન જાણવા મળ્યું કે ઉપગ્રહથી જ્યારે ચંદ્ર પર ઉતરનારો હિસ્સો બહાર આવશે તો તે હલવા લાગશે. જેથી, તેનું વજન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે આ ઉપગ્રહ સહિત 38 ક્વિન્ટલથી થોડુંક વધારે હશે.

વજન વધવાના કારણે હવે તેને જીએસએલવીથી લોન્ચિંગ નહીં કરી શકાય. તેના માટે જીએસએલવી-મેક-3માં ફેરફાર કરવામાં આવ્યા છે. તે જીએસએલવી-મેક-3-એમ1 તરીકે ઓળખાશે. ચંદ્રયાન-2 પહેલા આ વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું આયોજન હતું. સિવને જણાવ્યું કે આ દુનિયાનું પહેલું મિશન હશે, જે ચંદ્રના દક્ષિણી ધ્રવની નજીક પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.