Abtak Media Google News

ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર અને ઇસીએમઓ ટીમ દ્વારા વધુ એક અતિ ગંભીર દર્દીને એરલિફ્ટ કરી વડોદરાથી ચેન્નાઇ સ્થળાંતરિત કરાયા

ગોકુલ હોસ્પિટલ, રાજકોટની ક્રિટિકલ અને ECMO ટીમ એ સમગ્ર ગુજરાતમાં ગંભીર દર્દીઓની સફળ સારવાર કરી અનેક સીમા ચિન્હો હાંસલ કર્યા છે, ઉપરાંત ક્રિટિકલ કેર ક્ષેત્રે સારવારના નવતર અભિગમ અને એડવાન્સમેન્ટ પણ ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમએ આત્મસાત કરી લીધા છે. ગોકુલ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર ટીમ દ્વારા ગંભીર દર્દીઓની ECMO મશીન દ્વારા પણ સારવાર કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષમાં 40 થી વધુ દર્દીઓને ECMO દ્વારા સફળ સારવાર આપવાની ઉપલબ્ધી મેળવી છે.

ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ અને ECMO ટીમ એ સૌરાષ્ટ્ર-કચ્છની ખુબ જ નામાંકિત, બહોળો અનુભવ ધરાવતી વિસ્તૃત ટીમ છે. ગોકુલ હોસ્પીટલ ખાતે ECMOની ટીમ માં ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયા, ડો. હિરેન વાઢિયા, ડો. સંજય સદાદીયા, ડો. સ્વપ્રિલ મોદી, ડો. વિષ્ણુ વંદુર, ડો. આકાશ કોરવાડીયા, ડો. ઋત્વિજ ત્રિવેદી તેમજ ECMO માટેનો નર્સીગ સ્ટાફ પણ ખાસ તાલિમબદ્ધ છે.

થોડા દિવસો પહેલા વડોદરા ખાતે 62 વર્ષીય એક દર્દી અતિ ગંભીર ન્યુમોનિયાનો ભોગ બન્યા હતા, જેના કારણે દર્દીનાં ફેફસાને ખુબ જ નુકશાન થયું હતું અને દર્દીને વેન્ટિલેટરનો ફૂલ સપોર્ટ હોવા છતાં દર્દીની તબિયતમાં કોઈ પ્રકારનો સુધારો જોવા મળ્યો હતો નહિ, જેનાં કારણે દર્દીને વધુ સારવાર માટે ખૠખ હોસ્પિટલ, ચેન્નાઇ સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો હતો, કોઈ પણ દદીને એરલિફ્ટ કરવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને આ માટે ક્રિટિકલ કેર ક્ષેત્રમાં નિષ્ણાંત હોઈ તેવા ડોકટરની સતત હાજરી ફરજીયાત છે.

આ સમગ્ર પ્રક્રિયા માટે ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ અને ECMO ટીમ ના ડો.હાર્દિક વેકરીયાને ખાસ રાજકોટથી વડોદરા બોલાવાયા હતા. ડો.વેકરીયાએ વડોદરા પહોંચી દર્દીને ECMO પર લીધા અને દર્દની હાલત સ્થિર કરી અને ત્યારબાદ ECMO સાથે એર એમ્બુલન્સ દ્વારા વડોદરા થી ચેન્નાઇ ખૠખ હોસ્પિટલ ખાતે એર લિફ્ટ કરાયા હતા. આ પ્રસંગે ગોકુલ હોસ્પિટલની ડાયરેકટર્સની ટિમએ ડો. હાર્દિક વેકરિયાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે અથાગ પ્રયત્નો અને નિષ્ણાંત ડોક્ટરની સારવાર થકી જો દર્દીને નવજીવન મળે એ કોઈપણ ડોક્ટર માટે ખરેખર આનંદની વાત છે અને અતિ ગંભીર દર્દીઓને જો નવજીવન મળતું હોય તો એના માટે ગોકુલ હોસ્પિટલના ડોક્ટરોની ટિમ દર્દીઓના જીવ બચાવવા માટે હંમેશા કટિબદ્ધ છે.

10 થી વધુ દર્દીઓને એરલિફ્ટ કરી બીજી જગ્યાએ પહોંચાડ્યા

ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ અને ECMO ટીમના ડો. હાર્દિક વેકરીયાએ અત્યાર સુધીમાં માત્ર રાજકોટમાં જ નહિ પરંતુ ભારતભરમાં અન્ય શહેરો જેવા કે લુધિયાણા, જયપુર, રાંચી, નાગપુર, ગોવા ઉપરાંત બહારની સીમાઓની બહાર આફ્રિકા, દુબઇ સહિતના દેશોમાં 10 થી વધુ દર્દીઓને એરલિફ્ટ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં મદદરૂપ થયા છે, ઉપરાંત ઘણી હોસ્પિટલ એવી છે કે જ્યાં ECMO દ્વારા સારવારની શરૂઆત ડો. વેકરીયાએ કરી હોય. અગાઉ પણ ગ્રીન કોરિડોર દ્વારા લંગ ફેલ્યોરનાં દર્દીને એરલિફ્ટ કરી એબ્યુલન્સ દ્વારા રાજકોટ થી ચેન્નાઇ પહોંચાડાયા હતા. જે જીવંત દર્દીના સ્થળાંતર માટે ગ્રીન કોરિડોર થયું હોઈ એ રાજકોટનો સૌ પ્રથમ કિસ્સો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.