Abtak Media Google News

કોંગ્રેસ પક્ષ સત્તા પર આવતાની સાથે જ જુની પેન્શન યોજના લાગુ કરાશે

પૂર્વ સૈનિકોના હક્ક – અધિકારની વ્યાજબી માંગને સંપૂર્ણ સમર્થન સાથે સહકારની ખાત્રી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી દેશની સુરક્ષા કરનાર માજી સૈનિકો પોતાની ન્યાયીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યાં છે, એકતરફ ભાજપની સરકાર એક વર્ષની ઉજવણી કરી રહી છે અને બીજી બાજુ માભોમ ભારત દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી.

એટલુ જ નહીં તેમના પર લાઠીઓ વરસાવાય તે કેટલે અંશે વ્યાજબી ? સૈનિકોના નામે મત માંગી રાજનીતિ કરનાર ભાજપ સરકાર સરહદે દેશ માટે શહિદ થનાર જવાનોને શહિદનો દરજ્જો પણ આપતી નથી.આ છે ભાજપનો અસલી ચહેરો..!કોંગ્રેસ પક્ષ હંમેશા દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોને ન્યાય અને સન્માન મળે તે માટે પ્રતિબધ્ધ છે. સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવાર માંથી કોઇ એકને નોકરી.પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન.જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા,પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે,દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા,પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે,પૂર્વ સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે.પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા,પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે, પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે.

ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ?રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજુઆત કરી રહ્યાં હોવા છતાં ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? જય જવાન જય કિસાન ના નારાથી ચૂંટણી સમયે મોટી મોટી વાત કરનાર ભાજપની ભ્રષ્ટ સરકાર સૈનિકોના પરિવારને જે રીતે અન્યાય કરી રહી છે તે સામે આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુ:ખદ છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, પ્રદેશ ઉપ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા અને અતુલભાઈ રાજાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.