Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપને અપરાજીત બનાવ્યું હોવાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો દાવો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે ગુજરાતમાં ભાજપની સ્થિતિ બાબતે વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપને અપરાજીત બનાવવા માટેનો પાયો નાખ્યો હતો. જેની અસર આજે પણ દેખાઈ રહી છે.

વધુમાં ભાજપના માળખા બાબતે ખુબ મહત્વની વાત કરતા અમિત શાહે ઉમેર્યું હતું કે, સરકાર બનાવવી ખૂબ સહેલી છે પણ એક સારો કાર્યકર તૈયાર કરવો એ અઘરી વાત છે.

ગુજરાતમાં ભાજપ સારા કાર્યકરોના કારણે જ મજબૂત બન્યું છે. તેમાં પણ વડાપ્રધાન મોદીએ ગુજરાત ભાજપના પાયાને મજબૂત કર્યો હોવાથી તેની અસર આજે પણ દેખાઈ રહી છે. તેમજ વિપક્ષ ભાજપ સામે ટકી શકતુ નથી.ગુજરાતમાં કોંગ્રેસની એક વખત હાર થયા બાદ એ ફરીથી સતામાં આવી શકયું નથી. વધુમાં દેશભરમાં ગુજરાત ભાજપનો ગઢ ગણવામાં આવે છે જેનો શ્રેય અમિત શાહે નરેન્દ્ર મોદીને આપ્યો હતો.

શાહે ઉમેર્યું હતું કે, વડાપ્રધાને ૧૯૯૫માં ગુજરાતમાં થયેલી જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. મોદીનું જીવન ખુબ કપરું રહ્યું છે.

જેમાં તેઓને પાડવા માટે ઘણા લોકોએ પ્રયાસ કર્યા છે પરંતુ કઠોર પરીશ્રમના કારણે વડાપ્રધાન મોદી તમામ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને આગળ વધ્યા છે અને દેશને પણ આગળ વધારવા માટે સતત કટીબધ્ધતા દાખવી રહ્યાં છે.

વધુમાં અમિત શાહે ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં જીતનો પાયો પક્ષના માળખાની મજબૂતાઈ ઉપર આધાર રાખે છે. ૨૦૦૧માં વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ રાજયમાં પક્ષને લાંબાગાળા માટે મજબૂત કરવાના પ્રયાસો શ‚ કર્યા હતા.  મુખ્યમંત્રી તરીકે મોદીએ લોકોને વચન આપ્યું હતું કે, ૨૪ મહિનાની અંદર દરેક ગામડામાં વિજળી પહોંચાડવામાં આવશે. આ વચન માત્ર ૧૮ મહિનામાં પૂરું કરવામાં આવ્યું હતું.

લોકો આ તમામ કામોની નોંધ લેતા હોય છે અને તેની અસર ચૂંટણીમાં જોવા મળે છે.

જયારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે દેશના કેટલાય સ્થળે નેતાઓ જાણે પોતે વડાપ્રધાન હોય તેવી રીતે ફરી રહ્યાં હતા અને મનમોહનસિંહને પ્રાધાન્ય આપવામાં આવતું ન હતું.

જો કે મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશમાં નીતિ નિયમો બાબતે ઘણા સુધારા થયા છે. જેની અસર દેશના વિકાસમાં પણ જોવા મળી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.