Abtak Media Google News

 સૌરાષ્ટ્રમાં થતા મેળામાં તરણેતરના મેળાનું ખુબ જ મહત્વ છે. વર્ષોથી તરણેતરમાં ત્રિદિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પણ આ મેળામાં લાખોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઋષી પંચમીનું મહત્વ ખુબ વધારે છે ત્યારે ત્રિ-નેત્રેશ્ર્વર મહાદેવ મંદિરે કુંડમાં સ્નાન કરવા લોકોની ભીડ જામી હતી સાથે મેળાના પ્રવેશદ્વાર પર જ અલગ અલગ ટીમ દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરાયું હતું. પુલીસ જવાનો સતત ૩ દિવસ સખત ચેકીંગમાં હતા. સાથે મેળામાં ૪ મોબાઈલ વેન પણ રાખવામાં આવી હતી. મેળામાં કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાની પુરી તકેદારી રાખવામાં આવી હતી તથા ડીવાયએસપી સહિતના અધિકારીઓ સતત ૩ દિવસ સુધી આ મેળામાં ફરજ બજાવી હતી.

દ્રોપદીનાં સંયમવર આ જગ્યાએ યોજાયો હતો જયાં અર્જુને મત્સયવધ કરીને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતા માટે અહીંયા આવેલા કુંડમાં લોકો નાહીને પોતાના બધા પાપો ધોવે છે. સાથે સાથે આ મેળામાં ગામો ગામથી હજારો બાવા-સાધુ પણ જોડાયા હતા. તરણેતરનો મેળો જે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો રહે છે. અલગ-અલગ નૃત્યો દ્વારા ભારતીય સંસ્કૃતિનો એક અલગ નજારો જ લોકો સમક્ષ રજુ થાય છે સાથે સાથે અલગ-અલગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક રીતે ત્રિ-નેત્રરેશ્ર્વર મહાદેવનું મહત્વ ઘણુ વધારે છે ત્યારે ધાર્મિકોની ભીડ જામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.