પાટડી પંથકના ખારાઘોડાના રણમાં 2021ને બાય-બાય કરતી સોનેરી સાંજનું દ્રશ્ય

વર્ષ બદલાય છે….પરંતુ અગરિયાઓ એજ……

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં ખારાઘોઢા ગામના રણમાં હજારો અગરિયાઓ પોતે મીઠું પકવીને કાળી મજૂરી કરી અને પોતાનું જીવન ધોરણ ગુજારી રહ્યા છે તેવા સંજોગોમાં પ્રાથમિક જીવનધોરણ જીવવા માટે અગરિયાઓ પોતે રણમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ કામ કરતા નજરે પડતા હોય છે. ત્યારે રણમાં છુટા છવાયા અગરિયાઓ ઝૂંપડાં બાંધી અને વસવાટ કરતા હોય છે

તેવા સંજોગોમાં હજુ સુધી રણમાં વસવાટ કરતાં અગરિયાના ઘરમાં રાધણ ગેસ અથવા ગેસની લાઈનો પહોંચી નથી તેવા સંજોગોમાં તે હજુ રસોઈ રણમાં મળી આવતા લાકડાનો અડાયા તેમજ છાણાનો ઉપયોગ કરી અને બનાવતા હોય છે ત્યારે 2021નું વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના અગરિયાઓ પોતાની જીવનશૈલી છેલ્લા એક દાયકાથી બદલી શક્યા નથી તે છતા પણ તે પોતાની મસ્તીમાં મીઠું પકવી અને જે આવક થાય તેમાં પ્રાથમિક જીવનધોરણ અને પોતાના પરિવાર સાથે ખુશ રહેતા એ તેમને કુદરતે કળા બક્ષી છે ત્યારે 2021 સાંજે અલવિદા કહેવા ના સમયે રણમાં રમણીય દ્રશ્ય સર્જાયું હતું.

તસવીરમાં અગરિયા પરિવારના માતા-પુત્રી કેદ થયા છે અને તે પોતે વરસ 2021નું 2022 ભલે થયું હોય પરંતુ તે પોતાની મસ્તીમાં જ આજના સમયે પરિવારજનોને મીઠા હાથની રસોઈ આપવા માટે અડાયા વીણી અને લાકડા રણમાંથી વીણી અને પરત ફરી રહ્યા છે તે 2021ની છેલ્લી તસવીર કેમેરામાં કેદ થઇ છે.