કોરોના જેવી મહામારીમાં પણ સરકારનો રોલ કોર્ટે ભજવવો પડે તે દુ:ખ દાયક: અર્જુનભાઈ મોઢવાડિયા

કોરોના મૃત્યુ સહાય 4 લાખ કરો, મેડિકલ ખર્ચ પણ સરકાર ઉઠાવે

કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણધડ વહીવટને પરિણામે રાજયના લાખો નાગરિકોને તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે.ત્યારે તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં સઘળી હકિકતો બહાર આવી છે. ત્યારે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જેમાં અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા કહેવામાં આવ્યું હતુ કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજીપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે જેમાં અત્યાર સુદીમાં 91,810 અરજીઓ આવી જેમાંથી 58,840 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. તેમજ 15,000 જેટલી અરજીઓ પેન્ડીંગ છે અને 5000 જેટલી અરજીઓ રીજેકટ કરવામાં આવી છે. તેમજ 11,000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને કરે અને જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો? સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોનાં પરિવારજનોને વળતર ચૂકવવામાં વિલંબ નહિ ચલાવી લેવાય.

કોંગ્રેસ પક્ષની મુખ્ય 4 માંગણીઓ શરૂઆતથી જ રહી છે. જેમાં કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ.4 લાખનું વળતર કોવિડગ્રસ્ત તમામ દર્દીઓનાં તમામ મેડીકલ ખર્ચની ચૂકવણી સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયીક તપાસ અને કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓનાં સંતાનો પરિવારજનો પૈકી કાયમી નોકરી મળે તેવી માંગણી કરવામાં આવી છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂવ. પ્રમુખ મહેશભાઈ રાજપૂત, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે રાજય સરકારને ઠપકો આપ્યો: કોર્ટના માપદંડ મુજબ ચાલવું જ પડશે: અર્જુનભાઈ મોઢવાડિયા

અબતક સાથેની વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે બે દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે રાજય સરકારને ફટકારી છે જે અરજીઓ આવી છે તે બાબતે ઠપકો આપ્યો છે માફી માંગેલ પરંતુ કોર્ટે તેમાફી સ્વીકાર્ય નથી. તેવું જણાવેલ જે પ્રમાણે આંકડાઓ આવ્યા જેમાં સરકારનો સતાવાર આંકડો દસ હજારનો છે પરંતુ તેનાકરતા લગભગ 900 ટકા વધારે અરજીઓ કોરોનાના મૃત્યુ થયાછે.તેનીસહાય મેળવવા થઈ છે. એટલે 91,000 અરજીઆજ સુધીમાં આવી છે. અમારી ગણતરી મુજબ ત્રણ લાખ જેટલા મૃત્યુઓ કોરોનાના કારણે થયા છે.જે દેશના 35 થી 40 ટકા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ એવું કહે છે કે, મહામારીમાં મૃત્યુ થયું હોય તો તેને મૃતક્દીઠ 4 લાખ રૂપીયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી આપવા જોઈએ કાયદા મુજબ જોગવાઈ હોવા છતાં પણ સુપ્રિમ કોર્ટમાં સરકારે એવું કહ્યું કે અમારી પાસે પૈસા નથી એટલે 50,000 સહાય અપાઈ છે.50,000 સહાય ન આપવી પડે તે માટે આંકડાની માયાજાળ રચવામાં આવી છે. જરૂરીયાતમંદોને સહાય અપાતી નથી. અમે પણ કોવિડ ન્યાય યાત્રા કાઢી ઝુંબેશ ચલાવી છે. અને આગામી દિવસોમાં મૃતક પરિવારોને સહાય મળે ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ખર્ચ થયો તે પણ આપે આંકડા છુપાવવા અને જે નિષ્ફળતા છે. તે માયે તપાસ પંચ નીમે અને મૃતકના પરિવારજનોમાંથી કોઈને નોકરી આપવામાં આવે તેવી માંગણી માટે અમારી લડત ચાલુ રહેશે. કોરોનામાં મૃત્યુ પામનાર માટેના જે માપદંડો છે તે સુપ્રિમ કોર્ટએ નકકી કરેલા છે.તે માપદંડ મુજબ નથી થતુ તેથી જ સરકારને સુપ્રિમ કોર્ટે ઠપકો આપ્યો છે. અને સુપ્રીમ કોર્ટના માપદંડ મુજબ સરકારે ચાલવું જ પડશે.

મહામારીમાં પક્ષાપક્ષીથી ઉપર રહીને જ કામ કરેલું છે ભાજપ સરકારે જે મહામારીમાં રેલીઓ અને વરઘોડા કાઢી રાજય અને દેશને નુકશાન કરેલું છે.