ચીફ સેક્રેટરી પંકજ કુમાર રાજકોટમાં : કોરોના અંગે યોજી સમિક્ષા બેઠક

રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓ સાથે મિટિંગ

રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમાર આજે રાજકોટ પહોંચ્યા છે. તેઓએ કલેક્ટર કચેરી ખાતે આજે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓ સાથે મીટીંગ કરી છે.  રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જો કે કોરોનાની તીવ્રતા નબળી હોઇ હજુ સુધી પરિસ્થિતિ સામન્ય રહી છે. તમામ જિલ્લાઓમાં કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ આ તૈયારીઓ સંદર્ભે સમીક્ષા કરવા અર્થે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમાર આજે રાજકોટ આવ્યા છે. તેઓએ રાજકોટ, જામનગર અને મોરબીના કલેક્ટર, ડીડીઓ તથા એસપી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.