Abtak Media Google News

સાંપ્રત સ્થિતિમાં ઘાયલને સારવાર પેટે ૧પ થી ર૦ હજાર અને મોતના કેસોમાં ૧ લાખ રૂપિયા મળે છે

ખરા અર્થમાં વન્ય પ્રાણીઓનું સરક્ષણ કરવું તે મનુષ્ય જીવનની નૈતિક ફરજ છે. તેમની સાર-સંભાળ રાખવી તે પણ અતિ આવશ્કય છે. પરંતુ જો વન્ય પ્રાણીઓ દ્વારા કોઇપણ માનવ જાતને નુકશાન પહોચાડવામાં આવે તો તેનું શું ?  વન્ય પ્રાણીઓ માટે જે કાયદાઓ બનાવવામાં આવે છે તે મનુષ્ય દ્વારા બનાવાઇ છે, ત્યારે જયારે જો મનુષ્ય ઉપર આફત આવે તો જવાબદારી કોની

વન્ય જીવો માલ ઢોરનું મારણ કરતાં હોઇ  છે, અને ખેડુતોને સહેજ પણ તકલીફ નથી થતી હોતી, કારણ કુ તેઓ લાગણીથી જોડાયેલા છે. જો આપણે સાવજની વાત કરીયે તો તે જયારે કોઇ પણ અન્ય પ્રાણીઓ ઉપર ઘા કરી તેનું મારણ કરે છે. તો તે સમયે તેઓને સહેજ પણ દુ:ખ નથી. અને સરકાર દ્વારા માલ-ઢોરને લઇ વળતર પણ ચુકવવામાં આવે છે. ત્યારે વાત રહી મનુષ્ય જીવોની વન્ય પ્રાણીઓને એ ખબર નથી હોતી એટલે તે કાંઇપણનું મારણ કરતાં હોઇ છે. ત્યારે વાત સામે એ પણ આવે છે કે જો કોઇ વન્ય પ્રાણીઓ દ્વારા કોઇપણ વ્યકિત ઇજાગ્રસ્ત અને મોતને ભેટયું હોઇ તો તેને કેન્દ્ર સરકાર વળતરનીચુકવણી કરે છે. જેમાં ઇજાગ્રસ્તોને પહેલા ૬૦ હજાર ચુકવવામાં આવતા હતાં. અને જો કોઇ મીત નીપજયું હોઇ તો તેઓના પરીવારને ર લાખ ચુકવાતા હતા. ત્યારે કેન્દ્ર સરકારે ઘાયલ થયેલા લોકોને ર લાખ સુધી વળતર ચુકવશે અને મોત થયેલા લોકોના પરિવારને પ લાખ સુધી વળતર ચુકવવામાં આવશે.

લોકો પોતાનાં જીવનાં જોખમે વન્ય પ્રાણીઓની સાર-સંભાળ લેતા હોઇ છે. પરંતુ સરકાર તેમને વળતર ચુકવવામાં માનતી નથી. સ્થાનીક લોકોનાં અવાજ વિશે વાત કરીયે તો ઘાયલ થયેલા લોકોને ટ્રીટમેન્ટ માટે ૧પ થી ૨૦ હજાર ચુકવવામાં આવે છે. તથા મોત જો થયું હોય તો ૧ લાખ રૂપિયા ચુકવાઇ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદામાં અને જે વળતર ચુકવવામાં આવે છે તેમાં વધારો થતા લોકોમાં અથવા તો કહી શકીયે ખેડુતોમાં હાશકારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.