Abtak Media Google News

આર.આર.સેલનું સુપરડુપર ઓપરેશન: અંકુર હોટલ નજીક બે ટ્રકમાં લદાયેલો દારૂનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ ૧,૫૧,૨૪,૮૦૦નો મુદામાલ જપ્ત: જુનાગઢના ધીરેન કારીયાએ દારૂનો જથ્થો મંગાવ્યાનું ખુલ્યું: પાંચ ઝડપાયા

આર.આર.સેલ રાજકોટની ટીમે ગત મધરાત્રીના રાજકોટ-જેતપુર હાઈવે પર વિરપુર નજીક આવેલી અંકુર હોટલ પાસેથી બે ટ્રકમાં લાદવામાં આવેલો રૂ.૧,૧૧,૧૬,૮૦૦ની કિંમતનો વિદેશી દા‚નો જંગી જથ્થો ઝડપી લઈ બે ટ્રક, મોબાઈલ સહિત ૧,૫૧,૨૪,૮૦૦નો મુદામાલ જપ્ત કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે અને દારૂનો આ જંગી જથ્થો જુનાગઢના ધીરેન કારીયા નામના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા ધીરેનને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમને ચોકકસ બાતમી મળી હતી કે રાજકોટ-જેતપુર હાઈવે પર પીઠડીયા નજીક આવેલી અંકુર હોટલ પાસે બે ટ્રકમાં દારૂનો જંગી જથ્થો છુપાવી જુનાગઢ પંથકમાં લઈ જવાઈ રહ્યો છે જેને પગલે તુરંત જ આર.આર.સેલની ટીમ અંકુર હોટલ ખાતે ધસી ગઈ હતી અને બે ટ્રકમાંથી વિદેશી દારૂની બ્રાન્ડની કુલ ૨૯,૯૦૪ બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે ૧,૧૧,૧૬,૮૦૦ની કિંમતનો વિદેશી દારૂ તેમજ બે ટ્રક, મોબાઈલ ફોન વગેરે મળી ૧,૫૧,૨૪,૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

આ દરોડાની કાર્યવાહી અંગે ટ્રક નં.૧માં ડ્રાઈવર કશમીરસિંગ બચતસિંગ મજવી જાતે.શીખ, ઉ.વ.૪૬, ધંધો ડ્રાઈવીંગ રહે.ગામ ખેલા, પોસ્ટ ચૌહાણ, થાના તરસીકા તાલુકો અમૃતસર પંજાબ, કલીનર હરજીન્દરસિંગ જાડસિંગ લોહાર જાતે શીખ ઉ.વ.૪૫, ધંધો કલીનર, રહે. ગામ સુલતાન વાડી, અમૃતસર, પંજાબ તેમજ દારૂની ડિલેવરી લેવા આવનાર સાગર પ્રભુદાસભાઈ રામદેકોત્રા જાતે.બાવાજી (ઉ.વ.૩૦) રહે.રાણપર, તા.ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા, ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ધાના આલા કોડીયાતર (ઉ.વ.૨૫) રહે.રાણપર, ટ્રક માલિક ધરમસિંગ ઉર્ફે પાંડે સજજનસિંગ રહે.બરીયાવાસ જિ.રેવારી, હરિયાણા, ઈંગ્લીશ દારૂ મોકલનાર સુરેશ, ઈંગ્લીશ દારૂ પહોંચાડવાની સુચના આપનાર મદન તેમજ ઈંગ્લીશ દારૂ મંગાવનાર અરજણ કાલા કોડીયાતર રહે.રાણપર, તા.ભાણવડ અને ટ્રક સુધી પહોંચાડનાર વિરાભાઈ રબારી, સફેદ કલરની સ્વીફટ કાર નં.૧૧૬૧ સહિત ૯ આરોપીઓ સામે ગુનો નોંધયો છે. જેમાં સાગર અને ધાના આલા તેમજ ડ્રાઈવર-કલીનરની ધરપકડ કરવામાં આવી છે. જયારે ટ્રક નં.૨માં ઈંગ્લીશ દારૂ મંગાવનાર ધીરેન ઝડપાયો નથી. જેમાં ટ્રક ડ્રાઈવર સોમનાથ પ્રકાશચંદ્ર હરીજન (ઉ.વ.૩૯), રહે.મુળ સિહોડા, જમ્મુ-કાશ્મીરનેઝડપી લેવામાં આવ્યો છે અને ટ્રક માલિક દેવશી જેઠા લગારીયા જામનગર તેમજ દારૂ મોકલનાર સુરેશ અને સુચના આપનાર મદન વિરુઘ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આમ આર.આર.સેલે દારૂનો જંગી જથ્થો ઝડપી લઈ જુનાગઢ અને ભાણવડ પંથકમાં દારૂનો જંગી જથ્થો પહોંચે તે પહેલા જ સુપરડુપર ઓપરેશન હાથ ધરી ૧,૫૧,૨૪,૮૦૦નો વિદેશી દારૂ સહિતનો મુદામાલ ઝડપી લેવામાં સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.