Abtak Media Google News

IT એ આયકર રિટર્ન ફોર્મમાં હવે ટ્રાન્સજેન્ડરનો પણ વિકલ્પ આપ્યો છે. ટ્રાન્સજેન્ડરને સામાજિક ઓળખ આપવા માટે પોંડીચેરી પ્રશાસને આ પહેલની શરૂઆત કરી છે. પહેલા એમને ફોર્મમાં પોતાને મહિલા અથવા પુરુષ કહેવું પડતું હતું. પરંતુ હવે એમના માટે ત્રીજો વિકલ્પ આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે આધારમાં થર્ડ જેન્ડરનો વિકલ્પ આપવામાં આવ્યો છે જ્યારે પાન કાર્ડમાં આ વિકલ્પ નથી. એવામાં પાન કાર્ડમાં મહિલા અથવા પુરુષ કહેવામાં પરેશાની થઇ રહી હતી. એનાથી આધાર અને પાન પણ લિંક થઇ રહ્યા નહતા.
Income Tax Department Story 647 051817031924 0 1
મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાં પોંડીચેરીમાં કન્સલ્ટેન્ટ ડો સમીરા મહમીદ જહાંગીરદારે પોતાની જેન્ડરને થર્ડ જેન્ડરક જાહેર કરી હતી. પરંતુ એમને પાન કાર્ડમાં પોતાને પુરુષ જણાવવું પડ્યું હતું. એ કારણથી એમનું આધાર અને પાન લિંક થઇ રહ્યા નહતા.

એને ધ્યાનમાંલઇને પોંડીચેરીમાં ઇ ફાયલિંગ પોર્ટલ્સમાં ટ્રાન્સજેન્ડર વિકલ્પની શરૂઆત માટે ઘણી વખત ઓનલાઇન પિટચિશન પણ દાખલ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે 2011ની જમગણના પ્રમાણે દેશમાં લગભગ 5 લાખ લોકો થર્ડ જેન્ડરમાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.