બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપના ઘરે ITના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

બોલીવૂડ ડાયરેક્ટ અનુરાગ કશ્યપ, એક્ટ્રેસ તાપસી પન્નૂના ઘરે આયકર વિભાગના દરોડા પડ્યા હતા.આયકર વિભાગના સુત્રોનું કહેવું છે કે, ટેક્સ ચોરી મામલે ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા લોકો પર આયકર વિભાગની રેડ પડી છે. તેમાં અનુરાગ કશ્યપ,તાપલી પન્નૂનું નામ પણ શામેલ છે.

માહિતી અનુસાર, મધુ મનટેનાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની Kwaanની ઓફિસ પર પણ આયકર વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. આ રેડ ફેન્ટમ ફિલ્મના ટેક્સ ચોરીના મામલે પાડવામાં આવી હતી.

તાપસી પન્નૂ અને અનુરાગની સાથે ફિલ્મ મેકર વિકાસ બહલની પ્રોપર્ટી પર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ રેડ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં થઈ રહી છે. આ દરોડા ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલી કહેવામાં આવી રહ્યું છે. આઈટી વિભાગની ઘણી ટીમ ફેન્ટમ ફિલ્મ્સ સહિત મુંબઈ અને બહારના 22 ઠેકાણાઓ પર તપાસ કરી રહી છે.

આઈટી વિભાગના અધિકારીઓ આ તપાસને લઈને ફેન્ટમ ફિલ્મ્સનું નામ લાવાથી બચી રહ્યાં હતાં, તો વિભાગના અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસ ટેક્સ ચારીને લઈને કરવામાં આવી રહી છે. અનુરાગ કશ્યપ,વિકાસ બહલ અને તાપસી પન્નૂ સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર ખૂબ જ અવાજ ઉઠાવતા રહ્યા છે અને તેમણે 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરી ખેડૂતોના આંદોલન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.