Abtak Media Google News

વાયરસની રસી શોધવા વિશ્વ આરોગ્ય સંસ્થાના ૧૦૦ સંશોધકોની ટીમ કરી રહી છે મહેનત

કોરોના વાયરસની મહામારીથી રક્ષણ આપતા રસી શોધવામાં સંશોધકોને અનેક અડચણનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે, કોરોના વાયરસની અકસીર રસી શોધતા સંશોધકોને એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

કોરોના વાયરસ જેવી મહામારીઓ સામે વેકસીન શોધતા લાંબો સમય લાગતો હોવાનું ભૂતકાળમાં અનેક વખત બની ચૂકયું છે. અત્યારના કોરોના વાયરસ જેવી બિમારી તો અનેક વખત આવી ચૂકી હતી. આવા વાયરસથી માંદા પડેલા દર્દીનો ઈલાજ દવાથી થઈ જતો હતો પરંતુ કોરોના વાયરસ વધુ તિવ્ર છે. જેથી તેની રસી પણ શોધાય જાય તેવી તાતી જરૂર છે. વર્તમાન સમયે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસની રસી શોધવા માટે ૧૦૦થી વધુ સંશોધકોની ટુકડી કાર્યરત છે. વાયરસની રસી શોધાઈ રહી હોવાની વાત તો અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી હતી. પરંતુ વાયરસને રોકતી અકસીર રસી શોધતા લાંબો સમય લાગશે.

ગઈકાલે યુરોપીયન પાર્લામેન્ટની હેલ્થ કમીટીને વિશ્વ આરોગ્ય સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, જ્યારે રસીનું સંશોધન અને પ્રયોગો પૂર્ણ થઈ જશે ત્યારે તે તમામ લોકોને મળી જશે. જો કે, રસી શોધતા એકાદ વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો સંપૂર્ણ તાકાત લગાવી દેવાશે તો પણ રસી શોધવાના સમયમાં વધુ ફર્ક પડશે નહીં. માત્ર ૨ થી ૩ મહિના જેટલો સમય ઓછો લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.