Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારીને ડામવા અનેકવિધ સંશોધનકારો રાત-દિવસ વેકસિન બનાવવા હેતુસર કાર્યરત હતા ત્યારે રશિયાની કોરોના વિરોધી સ્યુટનિક રસી કોરોના સામે લડવામાં કારગત સાબિત થશે તેવું ૪૨ દિવસના પરીક્ષણમાંથી તારણ મેળવાયું હતું. કોરોના સામે લડવામાં કારગત સાબિત થયેલી રસી સ્યુટનિક-વીની ભારતે પણ હાલ જરૂરીયાત હોય તે બાબત પણ સ્પષ્ટ છે. તેવા સમયમાં રશિયાના રાજદુત નિકોલે કુદશેવે સ્યુટનિક રસી ભારતને આપવાની તૈયારી બતાવી છે.

ભારતમાં સતતપણે કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે ત્યારે અહીંના રશિયન રાજદૂત નિકોલે કુદશેવએ જણાવ્યું હતું કે, ભારત સરકાર સાથે વિવિધ સ્તરે સહકાર માટેની રાજદ્વારી વાતચીતમાં સ્યુટનિક-વી વિશ્ર્વની પ્રથમ કોરોના સારવાર માટેની રસી આપવા માટે અને પરસ્પરના સહકારથી તેના ઉત્પાદન માટેની વાતચીત ચલાવી રહી છે. સ્યુટનિક-વીનું વૈશ્ર્વિક સ્તરે ઉત્પાદન શરૂ કરવા માટે ભારત સાથેની મસલતો શરૂ કરી છે. ગ્લેનસેટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સ્યુટનિક-વીથી કોરોના વાયરસની સારવાર દરમિયાન દર્દીને કોઈ આડઅસર નહીં થાય તેવો પ્રયોગ સિદ્ધ થયો છે.

સતાવાર રીતે એ વાતને સમર્થન મળ્યું છે કે રશિયાએ સ્યુટનિક-વીના ઉત્પાદન-વિતરણ અને નિકાસ માટે ભારતના સહકારની વાટાઘાટો ચલાવી છે અને ભારતે પણ આ માટેના પ્રયાસોની સમીક્ષા ચલાવી છે. અગાઉ આ માટે જરૂરી ટેકનિકલ પગલાઓ લીધા બાદ સ્યુટનિક-વી રસી સંપૂર્ણપણે વ્યાપક ઉપયોગ માટે તૈયાર થઈ જશે અને તેઓ રશિયા ઉપરાંત વિદેશમાં પણ ઉપયોગ કરાશે તેમ કુદસેવે જણાવ્યું હતું. આ મુદ્દો વિદેશમંત્રી એસ.જયશંકરની આ સપ્તાહની મોસ્કોની મુલાકાતને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. કુદાસેવેએ એમ પણ જણાવ્યું હતું કે, રશિયા ભારત સાથે વિવિધ આયામો અને પરિણામોની અપેક્ષાએ ભારત સાથે આ માટે કામ કરવા ઉત્સુક છે.

વિશ્ર્વને જયારે કોરોના વિરોધી રસીની ખાસ જરૂર છે ત્યારે કેટલાક દેશો ભૌગોલિક રાજદ્વારી રમતો (ખેલ) કરી રહ્યા છે અને મહામારીના આ દોરમાં સાનુકુળ વાતાવરણના પ્રયાસો સામે રાજદ્વારે અવરોધોથી દરવાજા બંધ કરી રહ્યા છે. અત્યારે ભારત સરહદે ચીનની સૈનિક ચંચુપાત અને લશ્કરી કવાયતના પતરાઓનો સામનો કરી રહ્યા છે અને ભારત પ્રશાંત અને ચતુથારા રાજદ્વારી કાવતરાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકારે ગયા અઠવાડીયે ભારતમાં બીજા ચાર દેશોના મંત્રી કક્ષાની બેઠકના આયોજનને જાહેરાત કરી હતી.

કોરોનાને પગલે ચાલી રહેલી ગતિવિધિઓ દરમિયાન રશિયા આંદામાન દ્વિપસમુહ પર ભારત સાથે સંયુકત લશ્કરી કવાયતનું પ્રયોજન કરી રહ્યું છે અને સાથે સાથે ભારત-જાપાન અને વિયેતનામના ત્રિપાંખિયા જોડાણ અને વ્યવસ્થાપનની રશિયાએ કવાયત હાથધરી છે. સાથે સાથે મોસ્કોએ હિંદ-પ્રુશાંત ક્ષેત્રની પ્રતિકુળ અસરો અને અમેરિકાની આગેવાનીમાં ચીન સાથેના તણાવ છતાં પણ ભારતના કેટલાક પ્રસ્તાવિત મુદાઓને લઈને દ્વિપક્ષીય બેઠકમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં મુકત પરિવહન અને વેપાર સંબંધોને લઈને એક પ્રાદેશિક કેન્દ્ર ગણી કોઈ એક દેશ ન ગણીને આ વાટાઘાટો અને સંબંધો સિઘ્ધ કરવાનું વલણ ધરાવે છે. કુદાસેવે પરિસદનના સંબોધનમાં જણાવ્યું હતું કે, અત્યારની વર્તમાન વૈશ્ર્વિક મહામારીના સમયમાં પણ કેટલાક દેશો રાજકિય ખેલ કરી રહ્યા છે અને રાજદ્વારી ધોરણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લાભ માટેના દરવાજાઓ બંધ કરી રહ્યા છે અને આ પરિસ્થિતિના ઉકેલને બદલે અનિશ્ચિતતાની પરિસ્થિતિનું નિર્માણ કમનસીબીએ સર્જી રહ્યા છે.

વૈશ્ર્વિક મહામારીના આ દેશમાં વિશ્વાસઅને બધી વ્યવસ્થા સુદ્રઢ બનાવા ઘણા અવરોધો ઉભા છે. જયારે આ પરિસ્થિતિ સુધારવા માટે અને પુરેપુરુ જોર લગાવીને વૈશ્વિક મહામારીને પાછળ રાખવા માટેની તક ઉભી રાખે છે. અમને આશા છે કે ભારત સહિતના અમારા અન્ય મિત્ર રાષ્ટ્રોના સહકારથી અમે આ પરિસ્થિતિમાં બદલાવ લાવીને ખુબ જ સારા અને મોટી માત્રામાં સારા પરિણામ મેળવી શકીશું. આ માટે વૈશ્ર્વિક લોકતાંત્રિક વ્યવસ્થા તંત્રના માધ્યમથી વૈશ્વિક સમસ્યાઓ અને પ્રાદેશિક સમસ્યાઓ નિવારવા માટે પરસ્કારના સહકારથી વિવિધ સંસ્થાઓનો ઉપયોગ કરીશું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આ વર્ષેની બે મુલાકાતો અને જયશંકરની આગામી મુલાકાત ભારત-રશિયા વચ્ચેના સંબંધો અને અત્યારની પરિસ્થિતિ અને પરસ્પરના સંબંધો માટે મહત્વની બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.