Abtak Media Google News

પક્ષીઓને બચાવવા ચાલવાઈ એક અનોખી ઝુંબેસ…

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પહેલા જ વડીલોના આશીર્વાદ અને શુભકામના મળે એટ્લે ખોળાભરતની વિધી કરવામાં આવે છે. પરંતુ આજે એક એવા ગામની વાત કવાના છીએ જ્યાં લુપ્ત થતી પક્ષીની એક પ્રજાતિને બચાવવા માટે જ્યારે તે પક્ષી ઈંડા આપવાનું હોય ત્યારે તેની ખોળાભરતની વિધિ કરવામાં આવે છે અને તે કારગર પણ નીવડી છે.

આસામની રહેવાસી પુર્ણિમા બર્મન વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેને ગ્લોબલ વોર્મિંગની અસરથી વિલુપ્ત થતી ટોર્ક પક્ષીની પ્રાજતિના ઉત્થાન માટે એક નવી જ ઝુંબેસ હાથ ધરી છે. જેના માટે તેને 2017માં ગ્રીન ઓસ્કાર એવોર્ડ અને તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે નારી શક્તિ પુરશ્કરથી સન્માનીત કરવામાં આવ્યા છે.

Its-A-Wonderful-Thing-To-Do
its-a-wonderful-thing-to-do

શું કર્યું પક્ષીને બચાવવા માટે…???

ટોર્ક પક્ષીને લોકો અપશુકનિયક મને છે તેવા સમયે જ્યાં વૃક્ષ પર ટોર્ક મળો બાંધી ઈંડા મૂકવાની તૈયારી કર્તા હતા તેવા સમયે લોકો એ વૃક્ષ જ કાપી નાખતા હતા. જેના કારણે આસામના કામરુપ જીલ્લામાં ટોર્કની સંખ્યા માત્ર 50 જેટલી જ બચી હતી. પરંતુ આ બાબતની ગંભીરતા સમજી પુર્ણિમા એ દાદરા, પચરિયા અને હિંગિમારી ગામના લોકોને સમજાવી તેનો સાથ મેળવી એક નવી પર્મપરાની શરૂઆત કારી. જેમાં જ્યાં ટોર્ક પોતાના ઈંડા મૂકવાનું હોય ત્યાં તેની ખોળાભરતની વિધિ કરવાની શરૂઆત કરી.

શું પરિણામ આવ્યું ઝુંબેસનું…??

અથાગ મહેનત અને લોકોના સાથની મહેનત રંગ લાવી અને જે પ્રજાતિની માત્ર 50 જેટલી સંખ્યા વધી હતી તે હવે વધીને 558 જેટલી થયી છે.

ઝુંબેસની શરૂઆત કેવી હતી..??

Its-A-Wonderful-Thing-To-Do
its-a-wonderful-thing-to-do
Its-A-Wonderful-Thing-To-Do
its-a-wonderful-thing-to-do

જ્યારે કોઈ પક્ષીની ખોળાભરતની વિધિની વાત કરવાની આવી ત્યારે લોકો પહેલા તો તેને ગાંડપણ જ સમજતા હતા. પરંતુ પુર્ણિમાએ ટોર્ક પ્રજાતિ વિલુપ્ત થતી પ્રજાતિ છે, તેને બચાવવી જરૂરી છે. સાથે સાથે એ પણ સમજવ્યું કે આ પ્રજાતિ સિવાય પણ કેટલાંક એવા જીવજંતુઓ છે જે ગ્લોબલ વોર્મિંગની અસરથી લુપ્ત થવાને આરે છે. જેના કારણે પરિયાવરણને પણ ભારે અસર થયી છે. જ્યારે ટોર્ક પક્ષી માત્ર કમ્બોડિયા, આસામ અને બિહારમાં જ રહ્યા છે. અને ધીધીમે 38 વર્ષની પૂર્ણિમાની વાતની ગંભીરતા સમજતા લોકો તેની સાથે જોડતા ગયા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.