Abtak Media Google News

સલમાન ખાને ઘણી બધી અલગ-અલગ મસાલાથી ભરપુર ફિલ્મો કરીને કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ ફિલ્મ ક્રિટિક્સે રિવ્યુમાં ક્યારેય તેની પ્રશંસા કરી નથી. સલમાને ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર પર ‘ટ્યુુબ લાઇટ’ના મોટા-મોટા બિલ બોર્ડ લગાવ્યા હતા. પરંતુ તાજેતરમાં સલમાનની ફિલ્મ ટ્યુબલાઇટ ક્રિટિક્સની સાથે સાથે દર્શકોએ પણ ફગાવી દીધી. તમામ દેશોમાં ૧૨૦૦ સ્ક્રિન પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોવા છતા પણ વિદેશમાં માત્ર ૨૨ કરોડની જ કમાણી કરી. ભારતમાં ૪૪૦૦ સ્ક્રિન પર રિલીઝ થવા છતા પણ ફિલ્મ નિષ્ફળ રહી.

સુલતાન જેવી હિટ ફિલ્મથી મશહુર થઇ ચુકેલા અલી અબ્બાસ જફર ‘ ટાઇગર જિંદા હૈ ’ માં પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરની એક્શન ફિલ્માવી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ફરી એકવાર અલગ પ્રકારની બોડીમાં જોવા મળશે. એવુ કહેવાય છે કે જફર સલમાન અભિનીત અન્ય એક ફિલ્મ ‘ભારત’નું પણ નિર્દેશન કરશે. ૨૦૧૪માં આવેલી ‘કિક’ ફિલ્મની સિક્વલમાં સલમાનને ડબલ રોલમાં જોવા મળશે તેમાં હિરો અને વિલન બંને તે પોતે જ હશે. શાહ‚ખ સલમાનની ફિલ્મ ‘ટ્યુબ લાઇટ’માં કિમિયો કર્યો હતો. ૧૦ વર્ષ બાદ આ પહેલો એવો અવસર હતો. જ્યારે શાહરુખ અને સલમાન કોઇ ફિલ્મમાં સાથે જોવા મળ્યા. ૧૦ વર્ષ પહેલા હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ ’માં સલમાન શાહરુખ સાથે એક ગીતમાં દેખાયો હતો.

હવે સલમાન હિસાબ ચુકતે કરવા માટે આનંદ એલ.રાય. નિર્દેશિત શાહરુખની ફિલ્મમાં કીમીયો કરશે. સલમાન અને શાહરુખ વચ્ચેની મિત્રતા ફરી ભલે પાંગરી ન શકી હોય પરંતુ બંને વચ્ચેની કડવાશમાં ઘટાડો જરુર થયો છે. આજકાલ શાહરુખ-સલમાન એકબીજાની ફિલ્મોનું પ્રમોશન પણ કરવા લાગ્યા છે. સલમાન ખાન ૧૦૦ કરોડ ક્લબવાળી સતત ૧૦ ફિલ્મો આપનારો પ્રથમ અભિનેતા છે. આથી તેનો રેકોર્ડ તોડવો ખરેખર મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.