Abtak Media Google News

ગરીબોની કસ્તુરીએ અમીરદારોની થઇ ગઇ!

ડુંગળીના ઢગલામાં કુબેરનો ‘વાસ’ કિંમતી ચીજવસ્તુઓમાં બની કસ્તુરી ‘ખાસ’

Advertisement

દેશભરમાં આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ વચ્ચે ડુંગળીનો ચોરી અને તફડરાડીના બનાવો વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રના નાસિકના વેપારીએ ઉત્તરપ્રદેશ પોલીસમાં રર લાખ રૂની ડુંગળી નો જથ્થો ચોરાયાની ફરીયાદ નોંધાવી છે.નાસિકથી ૧૧મી નવેમ્બરેફ ૪૦ ટન માલ ભરીને ગોરખપુર આવવા રવાના થયેલો ખટારો રરમી તારીખે તેના ઠેકાણે ન પહોચતા આ ઘટના બહાર આવી હોવાનો ડુંગળીના હોલસેલ વેપારી પ્રેમચંદ શુકલે જણાવ્યું હતું.

7537D2F3 4

ડીએસપી રાજેશસિંગ ચાંડેલે જણાવ્યું હતું કે ગુમ થયેલો ટ્રક તેદુ પોલીસ મથકની હદમાં પાર્ક કરેલો મળી આવ્યો હતો. પરંતુ તે ખાલી હતો. અમે આ અંગેનો કેસ નોંધીને ગુનેગારોની ધરપકડ કરીશું તેમ ડીએસપીએ જણાવ્યું હતું.દેશના કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ ને કારણે ડુંગળીનું ઉત્પાદન ધટતા ભાવો આસમાને પહોચ્યા છે. ત્યારે સરકારે ડુંગળીના ભાવ કાબુમાં લેવા માટે તાત્કાલીક નિકાસ અટકાવી દીધી છે. કેટલાંક રાજયોમાં તો કિલો ડુઁગળીના ભાવ ૧૦૦ રૂ સુધી પહોંચી ગયા છે. ગુજરાતની જ છુટક બજારમાં અત્યારે ડુંગળી ૯૦ થી ૧૦૦ રૂપિયા કિલો ઘણા શહેરોમાં વેચાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.