Abtak Media Google News

6 રવિ પાકમાં ભાવ વધારો અપાયો: ઘઉંમાં 7%, તેલીબિયાંમાં 4% સુધીનો વધારાનો ‘ટેકો’ અપાયો

Ravi Pak1

ગુજરાત ન્યૂઝ

ભારત સરકારે વર્ષ 2023-24માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 2 થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 150 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 105 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 200 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2023-24માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. 2275 પ્રતિ ક્વિ., જવ માટે રૂ. 1850 પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. 6425 પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. 5800 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

આમ, વર્ષ 2022-23ની સરખામણીએ વર્ષ 2023-24માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. 105 થી રૂ. 425 પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક રવિ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના ભાવમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે.

કેન્દ્ર સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના ભાવમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મસૂરના ભાવમાં પણ આટલો જ એટલે કે 7 ટકાનો વધારો કર્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે.

રવી સિઝનના મુખ્ય કઠોળ પાક ચણાના ભાવમાં 2 ટકાનો વધારો થયો છે. દેશમાં રવિ પાકનું વાવેતર આગામી થોડા દિવસોમાં શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં એમએસપીમાં વધારાની જાહેરાતથી આ પાકની ખેતી કરતા ખેડૂતો તેનો વાવેતર વિસ્તાર વધારશે અને તેઓને ફાયદો થશે.

ઘઉંના ભાવ 150 રૂપિયા વધારીને 2,275 રૂપિયા કરવામાં આવ્યા છે. તેના ટેકાનાં ભાવમાં મહત્તમ 7 ટકાનો વધારો થયો છે. જવના ભાવ 1,735 રૂપિયાથી વધીને 1,850 રૂપિયા થયા છે. રવી સિઝનના મુખ્ય તેલીબિયાં પાક સરસવના ટેકાનાં ના ભાવ 5,450 રૂપિયાથી વધારીને 5,650 રૂપિયા કરવામાં આવ્યા છે. આ રીતે સરસવના ટેકાનાં ભાવમાં 3.5 ટકાથી વધુનો વધારો થયો છે.

કુસુમના ભાવ 5,650 રૂપિયાથી વધીને 5,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે. ચણાએ રવિ સિઝનનો સૌથી મોટો કઠોળ પાક છે. તેના ટેકાનાંના ભાવ 5,335 રૂપિયાથી વધારીને 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. મસૂરના ભાવમાં 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ મસૂરના ટેકાનાં ભાવ 6,000 રૂપિયાથી વધીને 6,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક રવિ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. ભાવ વધવાથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે વળતરયુક્ત ભાવો સુનિશ્ચિત કરી શકાય છે. ટેકાનાં ભાવમાં સૌથી વધુ વધારો મસૂર માટે 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.