Abtak Media Google News

વૈરાગી આત્માઓના વિરક્તિભાવને વધાવતી જાજરમાન વિરતી વિજય શોભાયાત્રાએ રાજકોટના રાજમાર્ગોને ગજાવ્યાં, અઢાર આલમે કર્યા મુમુક્ષુઓના બહુમાન

ક્ષણે ક્ષણે માંગલ્યતા અને પગલે પગલે પુણ્યનાં નિધાન સર્જીને અનેક અનેક જીવોના આત્મ શુકનનું પરમ સૌભાગ્ય બની રહેલાં પુણ્ય પુરુષ દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણ રાજકોટની બે પનોતી પુત્રીઓ દીક્ષા અંગીકાર કરીને આત્મશુકન કરવા પ્રયાણ કરી રહી છે ત્યારે તેમના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ અત્યંત ભવ્યતાી કરવામાં આવ્યો હતો.

Advertisement

રાજકોટના આંગણે મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાલાના ૮ દિવસ સુધી ચાલનારા દીક્ષા મહોત્સવનો પ્રારંભ કરતી ભવ્ય અને દિવ્ય વિરતી વિજય શોભાયાત્રા  મનોજભાઈ ડેલીવાલાના નિવાસસન કરણપરા વિસ્તારી અજરામર ઉપાશ્રયથી પ્રારંભ કરવામાં આવી હતી.Whatsapp Image 2018 12 02 At 3.42.26 Pm

પ્રેરણાત્મક સૂત્રો અને મસ્તકે આત્માના પ્રતિક સાથેની કેપ પહેરીને મુમુક્ષુઓની જયકાર કરતાં લુક એન લર્નના બાળકો, સંયમ સંયમનો નાદ ગુંજવતા લુક એન લર્નના દીદી, આજની યુવા પેઢીને મોબાઇલ, મુવી, પાર્ટી અને પીકનીકી દૂર રહીને મુમુક્ષુઓની જેમ ભક્તિ, ધ્યાનમાં રહીને આત્મમસ્તી માણવાનો સંદેશ આપતાં સુંદર અને આકર્ષક ફ્લોટ્સ, રજવાડી રમાં સવાર મુમુક્ષુ આત્માઓ, અષ્ટમંગલના સુંદર પ્રતિક સાથે માંગલ્ય પ્રસરાવતા બહેનો, પારંપારિક વેશભૂષામાં નૃત્ય કરતી રાસ મંડળી, મધુર સૂરો રેલાવતુ બેન્ડ, જે શાળામાં મુમુક્ષુ આરાધનાબેને પાયાના સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી રાજકોટની ધોળકિયા સ્કુલનું સંયમ ધર્મની પ્રેરણા આપતું અને મુમુક્ષુની જયકાર કરતાં સુંદર ફ્લોટ અને સાથે રાજકોટની અઢારે આલમ દ્વારા મુમુક્ષુઓના થયેલાં બહુમૂલ્ય સન્માન સાથે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના શ્રેષ્ઠીવર્યો,અનેક અનેક ક્ષેત્રોથી પધારેલા ગુરૂભક્તો તેમજ હજારો ભાવિકોથી શોભતી આ શોભાયાત્રા જાણે ૨૬૦૦ વર્ષ પહેલાં પ્રભુ મહાવીરની દીક્ષાયાત્રાની સ્મૃતિ કરાવતી ગાજતી ગુંજતી ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં આવીને વિરામ પામી હતી.

દીક્ષા મહોત્સવના પ્રથમ દિવસના નિયુક્ત કરવામાં આવેલાં સંઘપતિ અશોકભાઈ જોશી પરિવાર દ્વારા અષ્ટમંગલના સુવર્ણ પ્રતિક સાથે અત્યંત અહોભાવપૂર્વક ગુરુ ભગવંતના પ્રવેશ વધામણાં કર્યા બાદ સંઘપતિશ્રીનું મસ્તકે ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.555

સમગ્ર રાજકોટના ભાવિકોમાં એક અનેરી ઉત્કંઠા જગાવી દેનારા આ દીક્ષા મહોત્સવના પ્રારંભ રાષ્ટ્રસંત પૂજ્યના બ્રહ્મનાદે મહા પ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની મંગલમય જપસાધના કરાવવામાં આવી હતી.

આ સાથે જ લુક એન લર્નના નાના નાના બાળકોએ મિલીટરી ડ્રેસમાં સજ્જ થઈને ‘સંસાર વેસ્ટ,સંયમ બેસ્ટ’ના નારાની ગુંજ સાથે આત્મયુદ્ધ પર નીકળી રહેલાં મુમુક્ષુઓનું લડાયક મિજાજમાં જોમ અને જુસ્સા સાથે સ્વાગત કરતાં સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.

શાસનના કોહિનૂર સમા પૂજ્ય ગુરુ ભગવંત આદિ સંતો તેમજ અનેક અનેક પૂજનીય સતીવૃંદના સાંનિધ્યમાં હૈયામાં ઉછ્ળતી ઊર્મિઓ સાથે પધારેલાં હજારો હજારો ભાવિકો અને ક્ષણ ક્ષણ સંયમ પ્રાપ્તિ માટે નગની રહેલાં મુમુક્ષુ આત્માઓની વચ્ચે આ અવસરે દીર્ક્ષાીઓના માતા-પિતા તેમજ પૂજ્ય મહાસતીજીઓના પાવન હસ્તે સ્વસ્તિક વિધિ કરવામાં આવી હતી.

રાષ્ટ્રસંત પૂજ્યના બ્રહ્મનાદે દિવ્ય મંત્રોચ્ચાર દ્વારા સ્વસ્તિક વિધિનો પ્રારંભ કરીને સ્વસ્તિકનાં ચાર પંખની જેમ મુમુક્ષુઓ પણ જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપના માર્ગે આગળ વધે તેવા ખૂબ આશીર્વાદ આપ્યાં હતાં.વસ્ત્ર પર સ્વસ્તિકના મંગલ આકારનું કેસરજળથી ચિત્રાંકન કરીને આ મહા મહોત્સવનું શુભ શુકન કરવામાં આવ્યું હતું. મહોત્સવના શુકનવંતા પ્રારંભ તથા જ સમગ્ર સમુદાય આ મંગલ્યતામાં અહોભાવી જોડાઈ ગયો હતો.

આ અવસરે રાષ્ટ્રસંત પ્રભાવક શૈલીમાં ફરમાવ્યું હતું કે, બે આત્માઓની દીક્ષાનો આ મહોત્સવ હજારો આત્માઓ માટે ભાવદીક્ષાનું કારણ બને એવી ભાવના સાથે માત્ર જૈનોનાં હૃદયમાં જ નહીં પરંતુ જન-જનના હૃદયમાં પ્રભુ મહાવીર પૂજ્યનીય બની રહે તે અમારા જીવનનું લક્ષ્ય છે.મહોત્સવની ભવ્યતા જોઈને માત્ર અંજાઇએ નહીં પરંતુ અંતરથી મંજાઈને દીક્ષાને યોગ્ય બનીએ.

આઠ આઠ દિવસ સુધી ચાલનારા આ ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવમાં આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ કરાવી દેનારા અનેક અનેક આયોજન સાથે આજના પ્રથમ દિવસે જૈન દર્શનના ઐતિહાસિક પાત્ર ઈષુકાર રાજા આધારિત સુંદર અને ભાવનાત્મક નાટિકા ‘એક અંતની શરૂઆત’ ની બેનમૂન પ્રસ્તુતિ નિહાળીને ઉપસ્થિત વિશાળ સમુદાય સંયમ ભાવોમાં ગરકાવ બની ગયો હતો.

અરિહંતની અદાલત મુમુક્ષોના માતા-પિતા પર વેધક પ્રશ્ર્નોની ઝડી

ગુરુ ર્માં બનીને વાત્સલ્ય અને મમતાની ધારા વહાવતાં વહાવતાં અનેક અનેક આત્માઓને સંસાર સાગર તરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબ વધુ બે આત્માઓને ર્માં નો ખોળો છોડાવી પરમાત્માના ખોળે લઇ આવી રહ્યાં છે ત્યારે સમગ્ર રાજકોટ એમના દીક્ષા મહોત્સવની લ્હેરમાં તન-મની ભીંજાઈ રહ્યાં છે.

મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળાના ચાલી રહેલાં ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસ આજે સવારના ૦૯:૦૦ કલાકે ‘સંયમ માઁ ના ખોળે’ના દ્વિતીય કાયર્ક્રમનું આયોજન ડુંગર દરબારમાં કરવામાં આવ્યું હતું.

જૈન દર્શન તે મુખ્યત્વે ત્યાગ પ્રધાન ધર્મ છે અને ત્યાગની સાથે ક્ષણ ક્ષણની સાવધાનીપૂર્વકનું જીવન તે સંયમ જીવન હોય છે. સાધુ જીવનમાં મન-વચન અને કાયા દ્વારા કરવામાં આવતી દરેક દરેક ક્રિયા પછી તે બોલવાની ક્રિયા હોય કે ચાલવાની, ખાવા-પીવાની કે પછી ઉઠવા-બેસવાની, દરેક ક્રિયા જતનપૂર્વક કરવાની હોય છે. એવા પળે પળે જનતા ધર્મની પાલના સ્વરૂપ જીવાતાં સંયમ ધર્મનો અનોખા અંદાજથી પરિચય કરાવીને આ અવસરે દીક્ષાર્થી બહેનો દ્વારા સાધુ જીવનમાં પાળવા યોગ્ય આચારો એટલે કે ૫ સમિતિ અને ગુપ્તિ રૂપ અષ્ટપ્રવચન માતા-સંયમ ર્માંના ખોળશમાં આજીવન વસવાની શપથવિધિની અદ્ભૂત નાટય અને પ્રેરક પ્રસ્તુતિ ઉપસ્થિત સહુને સંસાર બંધનથી મુક્તિ પામવાની મંગલ પ્રેરણા આપશે.

એકવાર જેની હૃદયધણા પર સત્યના હસ્તાક્ષર અંકિત થઈ જતાં હોય પછી સંસારની અઢળક સુખ-સમૃધ્ધિ પણ તેને મોહાવી શકવાને અસમર્થ બની જતી હોય છે. એનું જીવંત ઉદાહરણ આપી રહ્યાં છે ધનાઢય પરિવારના દીકરી મુમુક્ષુ ઉપાસનાબેન તો બીજી તરફ, એકવાર અંતર દ્રષ્ટિ ઉજાગર થઈ જાય તો શરીરની ઉંમર ચાહે નાની પણ કેમ ન હોય તેમ છતાં સંસાર ત્યાગ અને સંયમ ગ્રહણ માટે ક્ષણનો પણ વિલંબ સહનીય નથી બનતો એનું જીવંત ઉદાહરણ આપી રહ્યાં છે માત્ર ૧૭ વર્ષના મુમુક્ષુ આરાધનાબેન. આ અવસરે આવી નાની ઉંમરની દીકરીઓને સંયમના કાંટાળા માર્ગ પર શા માટે મોકલવાની આજ્ઞા આપવી, પાણી માંગે ત્યાં દૂધ આપનાર માતા-પિતા પોતાની દીકરીઓને ઘરે ઘરે ગોચરી લેવા જતાં કેમ જોઈ શકશે જેવી અનેક અનેક ફરિયાદો રજૂ થશે. ‘અરિહંતની અદાલત’ના અનેરા કાર્યક્રમ અંતર્ગત જયાં કોર્ટ ‚મના કઠેરામાં ઉભેલા દીક્ષાર્થીઓના માતા-પિતા પર ફરિયાદી પક્ષ વેધક પ્રશ્ર્નોની ઝડી વરસાવશે અને સામા પક્ષે દીક્ષાર્થીઓના માતા-પિતા તેમના તર્કબદ્ધ જવાબો આપ્યા હતા.

આવા વિશિષ્ટ કાર્યક્રમ સાથે બપોરના સમયે ૩ કલાકે ત્યાગી આત્માઓના ગુણોનું ગુંજન મધુર ગીત-સંગીતના માધ્યમે કરાવતી સંયમ સાંજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પરમાત્માએ કહ્યું છે, સંયમ લેનારા ધન્ય બને છે, સંયમના દાન દેનારા ધન્ય બને છે, સંયમની અનુમોદના કરનારા ધન્ય બને છે. સંયમ મહોત્સવને માણનારા આત્માઓ ધન્ય ધન્ય બની જતાં હોય છે. પ્રભુ વચનોને લક્ષમાં રાખીને દીક્ષા મહોત્સવમાં સંયમ ધર્મની પ્રેરણા આપતા અને સંયમ ધર્મની અનુમોદના સ્વરૂપ આ બંને કાર્યક્રમમાં પધારીને આત્મહિત સાધવા અર્થે દરેક ધર્મપ્રેમી ભાવિકોને આમંત્રણ છે.

સંતોના શબ્દો કદી નિર્રક ની બનતાં હંમેશા શાસનની સહાયી ર્સાક બનતાં હોય છે: રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ

વિશેષમાં, આ અવસરે આટલી વિશાળ સંખ્યામાં પૂજનીય સંત – સતીજીઓની ઉપસ્થિતિમાં શાસનનાં શરણે પોતાનાં સંતાન કે સ્વજનને સમર્પિત કરનારા એવાં સંત- સતીજીઓના સ્વજનનાં સન્માનનો સમારોહ આયોજિત કરવામાં આવતાં અનેક અનેક સ્વજનોને ગોલ્ડ કોઈન, શ્રી યંત્ર તેમજ અત્યંત સુંદર એવી નમસ્કાર મંત્રની ફ્રેમ સાથે અહોભાવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે ગુરૂ પ્રાણ પરિવારનાં વિશાળ સાધ્વીવૃંદની સાથે શાસનચંદ્રિકા પૂજ્ય હિરાબાઈ મ. પરિવાર, પૂજ્ય સાધનાબાઈ મ. આદિ જયવિજય પરિવાર તેમજ સૌરાષ્ટ્ર સિંહણ પૂજ્ય શ્રી ઈન્દુબાઈ મ. પરિવારનાં પૂજ્ય શ્રી સોનલબાઈ મ. આદિ સાધ્વીવૃંદની સાથે સાથે રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગોંડલ, અમદાવાદ આદિ અનેક ક્ષેત્રોના ભાવિકો અને શ્રીસંઘ શ્રેષ્ઠીવર્યો આ યાદગાર અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આમ, ભાવ, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક દીક્ષા મહોત્સવનાં મંગલમય પ્રારંભનો આ અવસર હજારો હૃદયમાં ત્યાગ અને સંયમના નગનાટની અનુભૂતિ સાથે સંપન્ન થયો હતો.

અજરામર સંઘ વતી મધુભાઈ ખંધારે દીર્ક્ષાીઓને શુભેચ્છા આપી હતી. શોભાયાત્રામાં અનન્ય સેવા આપી શોભાયાત્રાની શોભાને શાસનની શોભા બનાવવા મહેનત અને જહેમત ઉઠાવનાર અજરામર સંઘને નવકાર મંત્રની સુંદર ફ્રેમ આપીને તેમની સેવાની અનુમોદના કરવામાં આવી હતી.

આ સાથે જ આજે મહોત્સવના દ્વિતીય દિવસે ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં સવારના ૯:૦૦ કલાકે ‘અરિહંત અદાલત’ કાર્યક્રમના વિશિષ્ટ આયોજન સાથે બપોરના સમયે ૩:૦૦ કલાકે સંયમ સાંજીનું આયોજન કરવામાં આવ્યું છે.

પરમ પુણ્યના ઉદયે માણવા મળતાં દીક્ષા મહોત્સવના કલ્યાણકારી અવસરોમાં પધારીને આત્મહિત સાધવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને મહાવીરનગર સનકવાસી જૈન સંઘ તરફથી  ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, જેડ બ્લુની સામે,રાજકોટ ખાતે સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.