જૈન વિઝન સોનમ ગરબા 2018 માં ખેલૈયાઓમાં છવાય ગરબાની મોજભરી ધમાલ

દાંડિયા રાસની રમઝટ જૈન સમાજના ખેલૈયાઓને નિહાળવા સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિ

સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીની વિશેષ ઉપસ્થિતિ

ઝી મ્યુજિક અને ઝરીયા આલ્બમ ફેમ તાશા હયાતની ખાસ ઉપસ્થિતિ

જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબામાં સાતમા નોરતે રજવાડી મેલા ગ્રોઉન્ડમાં ખેલૈયાઓએ દાંડિયા રાસ ની ભારે જમાવટ કરી હતી રૈયા રોડ ઉપરના રજવાડી મેલા ગ્રાઉન્ડમાં રાત્રે ૯ કલાકે આદ્યશક્તિ માતાજીની મંગલ આરતી – સ્મૃતિ બાદ ગીત સંગીત અને ડી.જે ના સંગેથે જૈન વિઝનના ખેલૈયા ઓ એ ઉમંગ ઉત્સાહ અને અનેરા થનગનાટ વચ્ચે પ્રાચીન – અર્વાચીન દાંડિયા રાસની ભારે જમાવટ કરી હતી ખેલૈયા ઓ એ દાંડિયા રાસના અલગ અલગ સ્ટેપમાં અદભુત કૌશલ્ય દાખવ્યું હતું.

સાથિયા પુરાવો રાજ, ઘમ્મરિયાં લાલ ઘમ્મરિયાં, જુલણ મોરલી વાગી રે રાજાના કુંવર, તારા વિના શ્યામ મને અકેલડું લાગે, એવા અનેક ગીતો ઉપર ખેલૈયા ઓ ઝૂમી ઉઠ્યા હતા જૈન વિઝન નવરાત્રી મોહત્સવમાં ખાસ કરીને શિસ્ત શાંતિ અને પારિવારિક માહોલને કારણે ભારે જનમેદની ઉમટી પડે છે.

જૈન વિઝન નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, અમીનેશભાઈ રૂપાણી,ખાસ મુંબઈથી ઉપસ્થિત દિલેશભાઈ ભાયાણી , જૈન અગ્રણી પ્રવીણભાઈ કોઠારી, ડી.વાય.એસ.પી. હિમાંશુભાઈ દોશી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર,કોર્પોરેટર મનીશભાઈ રાડીયા,શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, અડવોકેટ પિયુષભાઇ શાહ, હિતેષભાઇ વ્યાસ, નાગરિક બેંકના ડિરેક્ટર દીપકભાઈ મકવાણા, અપના બજારના અરવિંદભાઇ સોજીત્રા, બ્રિજેશભાઇ મલકાણ.

તેમજ જૈન યુવાના પ્રમુખ ભાવેશભાઈ અજમેરા, ક્રિપ્ટન ગ્રેનિટો પ્રાં.લી.ના ધર્મેશભાઈ પટેલ, સેરા સૅનિટરીના નેમિશભાઈ રાવલ, જીવણસિંહ બારોટ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફૂટબોલ કોચ ), રાજુભાઇ સંઘવી, સી.પી.દલાલ, ગૌતમભાઇ કાંગડ, ડો. દિનેશભાઇ ચૌહાણ, ડો. જાગૃતિબેન ચૌહાણ, અરવિંદભાઈ શાહ ( આર પી ગ્રૂપ ), મુકેશભાઈ દોશી ( દીકરાનું ઘર ), બકુલભાઈ રૂપાણી, સુનિલભાઈ વોરા, કિરીટભાઈ આદ્દરોજા, ધર્મેશભાઈ જીવાણી, નિધીબેન ચોટલીયા, મેહુલભાઈ કામદાર, યોગેશભાઈ ગોડા, યોગેનભાઈ દોશી, મીનુબેન દોશી, ચીમનભાઈ દોશી, ભારતીબેન દોશી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વીઝનના 200 થી પણ વધારે લેડિઝ અને જેંટ્સ કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે,