Abtak Media Google News

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ-ગાંધીનગર આયોજિત રાજકોટ શહેર કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઇ

પ્રાચીન – અર્વાચીન રાસગરબા સ્પર્ધામાં શહેરની ૩૭ ટીમોએ ભાગ લીધો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર આયોજિત અને એચ.જે.સ્ટીલ પ્રાઇવેટ લી. કંપનીના સહયોગથી જિલ્લા રમતગમત કચેરી રાજકોટ સંચાલિત રાજકોટ શહેર કક્ષાની નવરાત્રી રાસગરબા સ્પર્ધા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે યોજાઇ હતી.

Untitled 1 10સ્પર્ધાના પ્રારંભે એચ.જે.સ્ટીલ પ્રાઇવેટ લી. કંપનીનાપબ્લીક રિલેશન ઓફિસરશ્રી વિરાંગભાઇ માંકડે ભાગ લેનાર તમામ ૩૭ ટીમોને સારા દેખાવ માટે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે રાસ ગરબાએ ગુજરાતની આગવી ઓળખ અને સાંસ્કૃતિક ધરોહર છે.

Dsc 0027

સ્પર્ધામાં રાજકોટ શહેરની પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા રાસ ગ્રૃપ એમ ત્રણ વિભાગમાં કુલ મળી ૩૭ ટીમોએ ભાગ લીધો હતો. અદભૂત કૃતિઓના નિદર્શનને ક્રમાંક આપવા મીરાબેન ઉપાધ્યાય, મુણાલીનીબેન ભટ્ટ તથા સોનલબેન સાગઠીયાએ નિર્ણાયક તરીકેની સેવાઓ આપી હતી.

Dsc 0028

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ચામુંડા ગ્રુપ, દ્વિતીય ક્રમાંકે કે.જી.ધોળકીયા ગ્રૃપ તથા તૃતીય ક્રમાંકે મોગલ ગ્રૃપ વિજેતા જાહેર થયા હતા. જયારે રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે હુડો ગ્રુપ, દ્વિતીય ક્રમાંકે નટરાજ કાના મંદિર તથા તૃતીય ક્રમાંકે ખેલૈયા ગ્રૃપ વિજેતા જાહેર થયા હતા. આજરીતે અર્વાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વૃંદ ગ્રુપ રાજકોટ, દ્વિતીય ક્રમાંકે મોગલ ગ્રૃપ તથા તૃતીય ક્રમાંકે ચામુંડા ગ્રૃપ વિજેતા જાહેર થયા હતા.તમામ વિજેતા ગ્રૃપોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ વિજેતા ટીમો હવે રાજય કક્ષાએ ભાગ લેવા જશે.

Dsc 0021કાર્યક્રમમાં એચ.જે. સ્ટીલ કંપની પ્રાઇવેટ લી. ના અધિકારીઓ, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા તથા રમતગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા અને રમતગમત વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નગરજનો-શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા.

Dsc 0033 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.