Abtak Media Google News

૧૩મીએ સવંત્સરી મહાપર્વ: ઉપાશ્રયોમાં પ્રાર્થના, પ્રવચન, પ્રતિક્રમણ, તપ-જપ સહિતના ધર્મભીના આયોજનો

જૈન સમાજના અતિ પાવનકાર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી મંગલ પ્રારંભ થયો છે. જૈન-જૈનેતરો આઠ દિવસ સુધી મહાવીરમય બની જશે. ૧૩મી સપ્ટેમ્બરના રોજ સવંત્સરી મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. વિવિધ ધર્મ સ્થાનકો-ઉપાશ્રયોમાં પ્રાર્થનાસભા, પ્રવચન, પ્રતિક્રમણ, તપ-જપ સહિતના ધર્મભીના આયોજનો કરવામાં આવ્યા છે. પર્યુષણ પર્વ એટલે ભોજનીકમાંથી ભજનીક બનવાના પાવનકારી દિવસો, આત્માનું ઓડિટ કરવાના ઉતમ દિવસો એટલે પર્યુષણ પર્વ.2 3ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સવંત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે પરંતુ મહાપુરુષોએ આગળના સાત દિવસ સવંત્સરીની ભૂમિકા‚પ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મપ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો, પ્રાર્થના, પ્રવચન, પૌષધ, પ્રતિક્રમણ, તપ-જપ કરી ધર્મ ધ્યાનમાં સતત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા ચાલુ કરેલ છે.3 3જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જણાવે છે કે પર્યુષણ પર્વને જૈનો પર્વનો રાજા ગણે છે જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખુ વર્ષ મહેનત કરે અને પરીક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે.

વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી ઉપકારી પૂ.સંત-સતિજીઓ, ગુરુ ભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના, ગહો કરી, પ્રાયશ્ચીત લઈ તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે.4 1આગળના સાત દિવસ એટલે આત્મ સાધનાના દિવસ અને સવંત્સરીનો દિવસ એટલે સિઘ્ધીનો દિવસ. જ્ઞાની ભગવંતો કહે છે કે આઠ દિવસ પોતાના આત્માનું ચેકિંગ કરી આલોચના, પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંત:કરણપૂર્વક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરીણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પર્વના મહાન અને પવિત્ર દિવસો રહેલા છે.5 1પર્યુષણ પર્વ નિમિતે અમીન માર્ગના ખૂણે ડુંગર દરબાર ખાતે સમવશરણ રચના સહિત વ્યવસ્થા સમિયાણામાં રખાઈ છે. માંડવી ચોક (દાદાવાડી) ખાતે રોજ સવારે સ્નાત્રપુજા, પ્રભાવના, સાંજે ભાવના, આંગી, હીરા માણેકની નવી આંગી રાતે ૯ થી ૧૨:૩૦ ધર્મેશભાઈ દોશીનું ભકિત સંગીત,જાગનાથ મહાવીર સ્વામી જીનાલયમાં પણ સાંજે હીરા મોતીની આંગી, ચૌધરી હાઈસ્કુલ સામે મણિયાર જિનાલયમાં પ્રાંત: ૫:૪૫ થી ૭:૧૫ શંખનાંદના સથવારે વિશિષ્ટ અભિષેક, ૭:૩૦ થી ૮:૩૦ સ્નાત્ર મહોત્સવ, પ્રવચન તથા રાત્રે ૯ થી ૧૧:૩૦ ભારતનાં પ્રખ્યાત ભકિતકાર અંકુરભાઈ શાહની ભકિતસંવ્યા વગેરે પ્રબંધ રખાયો છે.

પર્વાધિરાજ પર્યુષણ નિમિતે વિમલનાથ જિનાલય ખાતે વિવિધ આયોજન કરાયા છે. જેમાં તા.૫મીએ બુધવારે ભાતુ સોનલબેન ધીરેશભાઈ ધુલિયા પરીવાર તરફથી વિમલનાથ પરમાત્માના બહેનોના જાપ ઉમાબેન મહેન્દ્રભાઈ મહેતા પરીવાર તરફથી સવારે ૧૦ વાગ્યે, સાંજે આંગી-સમુહ આરતી, પ્રભાવના પાંચેય પરમાત્માની ચેતનાબેન અતુલભાઈ પારેખ પરીવાર અને રોહિણીબેન બામનજી ગાંધી (મારવાડી પરીવાર) તરફથી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.