Abtak Media Google News

કલ્યાણપુર તાલુકા પંચાયતના  ઉપ પ્રમુખ એવા મયુરગીરી કેશવગીરી રામદતી ઉપર ગરીબ પરિવારના ઘરમાં ધોળે દિવસે નશાની હાલતમાં તોડફોડ કરવાની ફરિયાદ બાદ આ મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે

જામકલ્યાણપુર તાલુકા પંચાયતમાં ઉપ પ્રમુખ તરીકે  દબંગ મયુરગીરી કેશવગીરી રામદતી એ હાલ પોતાની ગુંદગર્દિના કારણે ચર્ચા નું કારણ બન્યા છે હર્ષદ ગાંધવી ગામે  મયુરગીરી રામદતી એ ગાંધવી ગામે એક ગરીબ પરિવાર ના મકાનમાં ધોળા દિવસે તોડફોડ કરતા ગરીબ પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલા ની હકીકત એવી છે કે ગાંધવી ગામના છેવાડે એક ગરીબ પરિવાર રહે છે જેના થોડા આગળ એક કાળા પથ્થરની લિઝ આવેલી છે જ્યાં અવારનવાર બ્લાસ્ટીંગ થતું હોય આ ગરીબ પરિવારના મકાન માં આ બ્લાસ્ટિંગના લીધે તિરાડો પડતા આ ગરીબ પરિવારે આ મામલે લિઝ માં બ્લાસ્ટિંગ કરતા લોકોને જણાવ્યું હતું પરંતુ બીજા દિવસે આ બાબતે દિવસે કુલ ચાર શખ્સો આ ગરીબ પરિવારના બંધ મકાનમાં ત્રાટકયા હતા આ ચાર શખ્સોમાં એક કલ્યાણપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે પદ નિભાવતા મયુરગીરી કેશવગીરી રામદતી પણ હતા અને તેઓ અન્ય શખ્સો સાથે નશાની હાલતમાં આવી મકાનમાં તોડફોડ કરી હોવાનો તે સમયે હાજર પાડોશી મહિલાએ જણાવ્યું હતું નશાની ની હાલતમાં ધોળે દિવસે ઉત્પાત મચાવનાર આ  દબંગ નેતાને જ્યારે પાડોશી મહિલાએ આવું તોડફોડ ના કરવા કહ્યું તો આ દબંગ નેતાએ આ પાડોશી મહિલાને ધમકી આપી હોવાનું પાડોશી મહિલાએ જણાવ્યું હતું

ધોળા દિવસે નશાની હાલતમાં આવેલા આ નેતાએ કાળા પથ્થર ની લિઝ મામલે આ ગરીબ પરિવારના ઘરમાં તોડફોડ કરી ભારે  નુકસાની કરી હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું ત્યારે ઘરથી થોડે દુર આવેલ કાળા પથ્થરની લિઝ પણ વિવાદોમાં ઘેરાય શકે છે એક હેક્ટરમાં ફેલાયેલી આ કાળા પથ્થરની લિઝમાં બ્લાસ્ટીંગ ની પરમિશન મેળવેલ છે કે કેમ ?એક હેક્ટરની લિઝમાં આસપાસ પણ મોટા પ્રમાણમાં ખોદકામ થયેલું છે અને સ્થળ પર એક જગ્યાએ બ્લાસ્ટિંગ અને ખોદકામ વીડિયોમાં પણ કેદ થતા અનેક સવાલો હવે લિઝ ઉપર ઉભા થયા છે ત્યારે આ લિઝમાં મલાઈ તારવવા માટે આ નેતાએ આ ગરીબ પરિવારને ધમકાવવા તોડફોડ કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ  લાગી રહ્યું છે કિમતી ખનીજ ચોરી અહીં વ્યાપક થતી હોય તેવા સ્પષ્ટ અણસાર આ આસપાસના વિસ્તારોમાં નજર કરતા લાગી રહ્યું છે ત્યારે જામ કલ્યાણપુર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ આવી દાદાગીરીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ફરિયાદ ને પગલે પોલીસે આરોપી ને પકકડવા તજવીજ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.