Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના બારામૂલા વિસ્તારમાં શુક્રવારે સવારથી આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર બારામુલાના સોપોર વિસ્તારમાં ચાલી રહ્યું છે. અહીં સેનાએ બે આતંકીને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થયો છે. સેનાને હજુ અહીં 2-3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર અત્યારે પણ ચાલી રહ્યું છે.

સોપોરના મલગાનિપોર વિસ્તારમાં આવેલા એક ઘરમાં આ આતંકીઓ છુપાયેલા છે. તેઓ થોડી થોડી વારે જવાનો પર ફાયરિંગ કરી રહ્યા છે. એન્કાઉન્ટરના કારણે આ વિસ્તારની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેથી આતંકીઓને કોઈ બહારની મદદ ન મળી શકે.બારામૂલામાં ગુરુવારે જવાનોએ 6 આતંકીઓને ઠાર કર્યા હતા.બારામૂલામાં જ ગુરુવારે અથડામણ દરમિયાન સેનાએ પહેલાં બે અને ત્યારપછી 4 આતંકીઓને ઠાર કરી દીધા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.