Abtak Media Google News

બી.સી.સી.આઇ. મેન્સ અન્ડર 25 સ્ટેટ ટ્રોફી-2022-23 ટુર્નામેન્ટમાં ગઇ તા.20મીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ગ્રાઉન્ડ નં.‘એ’ પર પ્રથમ મેચ મુંબઇ વિરૂધ્ધ રાજસ્થાન વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇનો 8 વિકેટથી વિજય થયો હતો.

બીજી મેચ જમ્મુ કાશ્મીર વિરૂધ્ધ વિદર્ભ વચ્ચે ગ્રાઉન્ડ-સી પર રમાઇ હતી. જેમાં જમ્મુ-કાશ્મીર ટીમનો 3 વિકેટે વિજય થયો હતો. ત્રીજી મેચમાં છતીસગઢ અને સિક્કીમની ટીમો ટકરાઇ હતી. જેમાં છતીસગઢ ટીમનો 212 રનથી વિજય થયો હતો. ચોથી મેચ મણીપુર અને ઓડીસા વચ્ચે યોજાઇ હતી. આ મેચમાં 242 રનથી ઓડીસાની ટીમ મણીપુરને હાર આપી હતી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના યજમાન પદે ગ્રુપ-બી લીગ મેચમાં મુંબઇ, ઓડીસા, જમ્મુ-કાશ્મીર, મણીપુર, છતીસગઢ, રાજસ્થાન, વિદર્ભ અને સિક્કીમની ટીમનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.