Abtak Media Google News

જામનગર નજીક મસીતીયા ગામમાં હજરત કમરૂદ્દીન શા બાબાની 125 ની ઉર્સ મુબારક નિમિત્તે અશ્વ દોડની રેસ તેમજ ઊંટ ની રેસ યોજાઈ, હતી. અલગ અલગ ગામના ઘોડેસવારોએ તેમાં ઉત્સાહ ભેર ભાગ લીધો. જેમાં વિજેતા ઘોડેસવારને સાફો પહેરાવી સન્માન કરવામા આવ્યું હતું.

જામનગર શહેર નજીક આવલા મસીતીયા ગામ માં બુધવાર તા 8.3.2023 ને ધુળેટીના વહેલી સવારે હઝરત કમરૂદ્દીન શાહ બાબા ના 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે અશ્વરેસ નું આયોજન કરાયું હતું. જેમાં ખાસ કરીને મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ઉજવણી માં દાતાશ્રીઓ દ્વારા ન્યાજ- સરબતનું પણ વિતરણ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.