Abtak Media Google News

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાવા જઈ રહી છે ત્યારે મહત્તમ લોકો મતદાન કરવા માટે જાગૃત બને, તે હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ જામનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આઇ.સી.ડી.એસ. વિભાગ, જામનગર મહાનગર પાલિકા અને જામનગર ગ્રામ્ય આંગણવાડી (ઘટક ૧ અને ૨)ના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિટી મામલતદાર વી.આર. માંકડિયાએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ વિષય અંતર્ગત અલગ અલગ સૂત્રો લખેલા બેનર્સ, હોર્ડિંગ દર્શાવવામાં આવ્યા હતા. પ્રદર્શન ગ્રાઉન્ડથી ટાઉનહોલ સુધી ૩૫૦થી વધુ આંગણવાડી કર્મચારીઓ દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તેમજ પોતાના મતાધિકારથી અવગત બને તે હેતુસર મતદાન જાગૃતિ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

Screenshot 3 31

કાર્યક્રમમાં મામલતદાર(સિટી) વી.આર. માંકડીયા, નોડલ ઓફિસર ફોરમબેન કુબાવત, પ્રાંત યુવા વિકાસ અધિકારી એચ.એન. વાળા, જામનગર મનપા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ડો. એચ.કે. ગોરી, જાડા ટાઉન પ્લાનિંગ ઑફિસર દીપકભાઈ વી. નિમાવત, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર બીનલબેન સુથાર, સી.ડી.પી.ઓ. ઝરણાબેન પંડ્યા, સી.ડી.પી.ઓ. અંજનાબેન ઠુંમર તેમજ અન્ય આંગણવાડી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.