Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આજે સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આજે સવારે જીજે૧ર–બીએકસ–૩ર૦૧ નંબરના ટ્રકના ચાલકે તરશીભાઈ હરીભાઈ નકુમ નામના યુવાનના જીજે૧૦–એએસ–૪૮૪૩ નંબરના બાઈકને હડફેટે લીધું હતું. જેથી બાઈક ફંગોળાઈ જતાં ચાલક યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. જેના લીધે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટૂકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવાનનો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી ગયો હતો. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જયારે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.