Abtak Media Google News
  •  સી.ટી. સ્કેન મશીનની સુવિધાથી જામનગર સહિત દ્વારકા, પોરબંદર અને મોરબીના દર્દીઓને પણ લાભ મળશે

જામનગર ન્યૂઝ :  જામનગરની જી.જી. હોસ્પિટલને રૂ.૫.૯૦ કરોડના ખર્ચે નવું અધ્યતન ટેકનોલોજી વાળું ૧૨૮ સ્લાઈસ સી.ટી. સ્કેન મશીન ફાળવવામાં આવ્યું છે. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં જામનગરના મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા. Whatsapp Image 2024 03 16 At 15.09.56 Ddee971B

ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલમાં કાર્યરત ૧૨૮ સ્લાઈસ સી. ટી. સ્કેન મશીન દ્વારા ચેસ્ટની સારી ગુણવત્તા વાળી ઇમેજ મળી શકશે, હોસ્પિટલના દર્દીઓને કાર્ડિયાક તથા વાસ્ક્યુલર સી. ટી. સ્કેન તપાસ થઈ શકશે તેમજ મયુકોરમાઇક્રોસીસ જેવી બીમારીનું નિદાન સચોટપણે થઈ શકશે.Whatsapp Image 2024 03 16 At 15.09.56 129128A8 આ સુવિધાથી હોસ્પિટલ ખાતે મહિનામાં અંદાજિત ૧૦૦૦ દર્દીઓને તેમજ આજુબાજુના પોરબંદર, દ્વારકા અને મોરબીના જિલ્લાઓને પણ લાભ થશે. આ મશીન જી.જી. હોસ્પિટલમાં ૭૦૦ બેડની હોસ્પિટલમાં કાર્યરત રહેશે. Whatsapp Image 2024 03 16 At 15.09.56 D4E9Fae2

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણીશ્રી ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિનીબેન દેસાઇ, તબીબો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.