Abtak Media Google News

Website Template Original File1 36

Advertisement

 

કેન્દ્રીય દરોડા એજન્સી EDએ તાજેતરમાં વિવિધ રાજયમાં દરોડા પાડી સટ્ટા કિંગ સૌરભ ચંદ્રાકરની રૂપિયા 417 કરોડની સંપત્તિ જપ્ત કરી: આ શખ્સે જામનગરના એક શખ્સ સાથે હવાલા મારફત નાણાંની લેતીદેતી કર્યાનું બહાર આવ્યું : જામનગરનો યોગેશ મનસુખલાલ પોપટ નામનો વેડિંગ પ્લાનર R1 એન્ટરટેઈનમેન્ટ નામની કંપની ધરાવે છે

સમગ્ર ભારતની ઓનલાઇન બેટિંગની સૌથી મોટી સટ્ટા એપ મહાદેવ એપનું કૌભાંડ EDએ બ્રેક કરી અત્યાર સુધીમાં રૂ. 417 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે. આ કૌભાંડનો એક છેડો જામનગરમાં ખૂલતાં સનસનાટી મચી ગઈ છે. જો કે રવિવારની સાંજ સુધી, આ સમાચાર અખબારોમાં પ્રકાશિત થયા નથી. ગુજરાત પોલીસ હજુ આ કૌભાંડ અંગે અજાણ હોવાનું જોવા મળી રહ્યું છે.

સૌ જાણે છે કે, કેન્દ્રીય દરોડા એજન્સી EDએ દેશના વિવિધ રાજયોમાં દરોડા પાડી સટ્ટા કિંગ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલની આશરે રૂપિયા 417 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે. સૌરભ એ શખ્સ છે જેણે ગત ફેબ્રુઆરીમાં દૂબઈ ખાતે રૂપિયા 200 કરોડનો ખર્ચ કરી લગ્ન કર્યા હતાં. આ પ્રકારના વૈભવી લગ્ન અંબાણી અને મિતલ પરિવારમાં પણ થતાં નથી. આ લગ્ન સમારોહમાં સન્ની લિયોન સહિતની બોલિવુડની હસ્તીઓ નાચી હતી , તેઓની પણ પૂછપરછ થઈ શકે છે.

સૌરભ નામના આ શખ્સે રૂપિયા 112 કરોડ હવાલા મારફત યોગેશ પોપટ નામના શખ્સને મોકલ્યા હતાં. આ શખ્સ આમ તો મુંબઇ રહે છે પરંતુ તેની આર-વન ઈવેન્ટ કંપની અમદાવાદમાં નોંધાયેલી છે. આ કંપનીનું રજિસ્ટર્ડ એડ્રેસ જામનગરમાં છે. આ એડ્રેસ મોદી હાઉસ, પંચેશવર ટાવર છે. જે મોદી સોપ ઈન્ડસ્ટ્રીઝની ઓફિસ પર આવેલું છે, જેના ફલેટ નંબર 101માં આર-વન ઈવેન્ટ કંપનીની ઓફિસ છે. યોગેશ મનસુખલાલ પોપટ અને રીના યોગેશ પોપટ આ કંપનીના ડાયરેક્ટર છે.

સૌરભના દૂબઈમાં જે સ્થળે ભવ્ય લગ્ન થયેલાં એ હોટેલ 42 કરોડ રૂપિયા ચૂકવીને બુક કરવામાં આવેલી. સૌરભ એક જમાનામાં છત્તીસગઢના ભિલાઈ શહેરમાં રોડના કાંઠે જયુસ વેચતો. તેનો સાથીદાર રવિ ઉપ્પલ છે. આ શખ્સો મહાદેવ એપ નામની ઓનલાઇન જૂગારની બેટિંગ એપ ઓપરેટ કરે છે જેનો કારોબાર રૂપિયા 5,000 કરોડનો હોવાનું EDના ધ્યાનમાં આવ્યું છે. ગુજરાતમાં આ સમાચારો એક પોર્ટલ દ્વારા એક કરતાં વધુ વખત પ્રસારિત થયા પછી પણ ગુજરાત પોલીસ આ સટ્ટાખોરો સુધી પહોંચી શકી ન હતી તે દરમિયાન છત્તીસગઢમાં એક ફરિયાદ થયા બાદ EDએ આખો ભેદ ખોલી નાંખ્યો છે.

એમ પણ કહેવાય છે કે, EDએ આ કૌભાંડ અનુસંધાને ગુજરાતના એક કુરિયરને ત્યાંથી રૂપિયા 2.37 કરોડની રકમ પણ કબજે લીધી છે, જે યોગેશ પોપટ હસ્તકની હોવાનું માનવામાં આવે છે. યોગેશ પોપટ મૂળ તો વેડિંગ પ્લાનર અને ઈવેન્ટ મેનેજમેન્ટ સંભાળે છે. પંચેશવર ટાવર નજીક જામનગરમાં આવેલું મોદી હાઉસ જાણીતું સ્થળ છે.

 સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.