Abtak Media Google News

જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં એક દિવસમાં કોરોનાના 11 કેસ થતાં ગ્રામ પંચાયતે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે કોરોના વિસ્ફોટ થતા સમગ્ર ગામ સહીત આરોગ્ય તંત્રમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. એક સાથે 11 ગ્રામજનો કોરોનાગ્રસ્ત થતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગામમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બધું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં કોરોના ધીરે ધીરે ફરીથી માથું ઊંચકી રહ્યો છે. આ વખતે શહેરની સાથે ગ્રામ્યમાં પણ વાયરસ પ્રબળ બનતા જિલ્લાભરમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગઈ કાલે શહેર-જિલ્લામાં 36 દર્દીઓ નોંધાયા હતા. જે સતત વધારો સૂચવે છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે જામ જોધપુર તાલુકાના મોટી ગોપ ગામે તો કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 11 ગ્રામજનો કોરોના પોઝિટિવ જાહેર થતા ગામમાં ભય ફેલાયો છે. કોરોના ફેલાવાને લઈને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો અને સ્વૈચ્છિક લોક ડાઉન માટે અપીલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે કરેલ ઠરાવ મુજબ આગામી તા. 25 થી 31 સુધી લોકડાઉન કરવા અને સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરી છે. આ પાંચ દિવસના ગાળા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય દુકાનો અને સંસ્થાનો બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે. આ બાબતે સરપંચ પતિ ભરતભાઈ પાથરના જણાવ્યા અનુસાર ગામમાં11 કેસ નોંધાયા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં 27 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓના તો મૃત્યુ થયા હોવાનું ઉમેર્યું છે. સતત વધતા જતા દર્દીઓને લઈને અને આગામી તહેવારમાં વધુ જનમેદની એકત્ર ન થાય તે માટે અગમચેતીના ભાગ રૂપે આ નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું છે. જોકે કોરોનાની મહામારી સામે ગ્રામજનોએ ભય પામવાની જરૂર જ નથી. બસ કોરોનાની જે જે ગાઈડ લાઈન છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આ મહામારી સામે ચોક્કસ લડી શકાય છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું હોવાના કારણે હવે ગામડાઓમાં સંયમભૂ લોકડાઉન તરફ જાઇ રહ્યા છે. પાડોશી રાજય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. સ્થિતી દિન પ્રતિદીન વધુ ચિંતા જનક બની રહી છે. અગામી એક પખવાડિયુ ખુબ જ મહત્વનું મનાઇ રહ્યુ છે. જો તકેદારી રાખવામાં નહી આવે તે સ્થિતી કથળશે તેવી મનાઇ રહ્યુ છે રાજયના 4 શહેરમાં હાલ રાત્રી કફર્યુ અમલમાં છે. કોરોના કાબુમાં નહી આવે તો અન્ય શહેરમાં પણ રાત્રી કફર્યુ લાદવામાં તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.