Abtak Media Google News

બે મહાપાલિકા અને બે પાલિકાના 3050 કામો માટે રૂ.255.76 કરોડ ફાળવવા સૈધ્ધાંતિક મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ 30પ0 કામો માટે રૂ. રપપ.76 કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકામાં ર417 જેટલા કામો માટેની રૂ. ર07.94 કરોડ રૂપિયાની દરખાસ્તને અનુમતિ આપી છે.  જયારેજામનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના પ88 કામો માટે રૂ. 43 કરોડ 8પ લાખની રકમ મંજૂર કરી છે

Advertisement

બારેજા નગરપાલિકાને 1ર કામો માટે રૂપિયા 1 કરોડ 18 લાખ તથા કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે 33 કામો માટે રૂ. ર કરોડ 79 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.તદઅનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 7 ઝોનમાં 19પ.રપ કરોડ રૂપિયા 1961 કામો માટે તેમજ 1ર.69 કરોડ રૂપિયા 4પ6 જેટલા સ્ટ્રીટ લાઇના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેનાથી સી.સી. રોડ, પેવર બ્લોક નાંખવા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના તેમજ સ્ટ્રીટ લાઇટના એમ કુલ ર417 કામો અમદાવાદમાં હાથ ધરવામાં આવશે

અમદાવાદ મહાનગરપાલિકામાં આવા ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અન્વયે મધ્ય ઝોનમાં રૂ. ર.7પ કરોડ 3ર કામો માટે, પૂર્વ ઝોનમાં રૂ. 34.18 કરોડ 406 કામો માટે, ઉત્તર ઝોનના ર60 કામો માટે રૂ. ર0.60 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 147 કામોના હેતુસર રૂ. ર1.પ3 કરોડ, દક્ષિણ ઝોનમાં 46ર કામો માટે રૂ. 44.7ર કરોડ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવા ર4ર કામો માટે રૂ. ર8.0ર કરોડ તથા પશ્ચિમ ઝોનમાં 41ર કામો માટે રૂ. 43.41 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ કામોનો લાભ અમદાવાદના વિવિધ ઝોનના સમગ્રતયા પ8,778 પરિવારો-કુટુંબોને મળશે.

મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે કુલ-પ88 કામો માટે રૂ. 43.8પ કરોડની રજૂ થયેલી દરખાસ્તને અનુમતિ આપી છે.જામનગર મહાનગરપાલિકા હવે, આ પ88 કામો અંતર્ગત પેવર બ્લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે*

ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત બારેજા નગરપાલિકાને 1ર કામો માટે રૂ. 1.18 કરોડની મંજૂરી આપી છે. આ કામો થવાથી બારેજાના 6ર0 પરિવારોને સી.સી. રોડ અને પેવર બ્લોકની સુવિધા મળશે. તેમણે કરજણ નગરપાલિકાને રૂ. ર.79 કરોડના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સી.સી. રોડ અને પેવર બ્લોકના 33 કામો માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. કરજણ નગરના 117ર પરિવારોને આ કામોના પરિણામે વધુ સુખાકારી સુવિધા મળશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સમગ્રતયા 30પ0 કામો માટે કુલ રપપ.76 કરોડની ફાળવણી કરાશે તથા કુલ 61,1પ8 પરિવારોને આ કામોથી સુવિધા પ્રાપ્ત થશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ 70:ર0:10 મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.