Abtak Media Google News

કોર્પોરેશનના પદાધીકારીઓના  છેલ્લા બોર્ડમાં સતા તરફથી જ તિખારા ઝર્યા તો વળી વિપક્ષી મહિલા કોર્પોરેટરે રોડ ના કામની  કરોડોની મામકાવાદની (અ)નિતિ નો પુરાવા સાથે ભાંડો ફોડ્યો.

સતાધારીઓમા ખળભળાટ:ભ્રષ્ટાચાર બંધ નહિ થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ૬-૬  ટર્મથી ચુંટાતા અને  ડે.મેયરે આપવી પડી તેનાથી શરમનાક બીજુ શુ હોય?  તોળાઇ રહેલા ઘેરા પ્રત્યાઘાત : ગાંધીનગર સુધી પડઘા પડશે.

જામનગર કોર્પોરેશનની શુક્રવારે સાંજે મળેલીજનરલ બોર્ડ માં ભ્રષ્થાચારની સીલસીલાબંધ વિગતો શાસક પક્ષના જ સિનિયર કોર્પોરેટરે સ્ફોટક રીતે રજુ કરતા સતાધારીઓ અને વિપક્ષીઓ સ્તબ્ધ થઇ ગયા હતા એટલુંજ નહી ભ્રષ્ટાચાર બંધ નહિ થાય તો ઉપવાસ ઉપર ઉતરી જવાનો દ્દઢ નિર્ધાર કરી લેતા ઘેરા પ્રત્યાઘાત તો પડશે જ ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડશે તે નિશ્ર્ચિત છે.

Advertisement

જનરલ બોર્ડ ની શરૂઆતમા બધુ જ સમુ સુતરૂ ચાલતુ હતુ ફટાફટ બધુ મંજુર થતુ હતુ પરંતુ માઠી બેઠી પ્રશ્ર્નોતરી કાળમાં જેમા શાસકપક્ષ ભાજપના જ સિનિયર કોર્પોરેટર જે વર્ષોથી બોર્ડ મા ક્યારેય ઉગ્ર થતા જ નથી અને તેઓ ઉભા થાય તો શહેરીજનો ના વ્યાપક હિતના જ હંમેશા સુચન કરે છે તે  પ્રવિણભાઇ માડમએ  એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ મુકેશ વરણવા દાદ દેતા ન હોય તેમજ એક ખાનગી શાળાના પ્રાઇમ રોડ ઉપર ગેરકાયદે પાંચસોથી વધુ હોર્ડી્ગ્સ , બોર્ડ ની હારમાળા અંગે ચોક્કસ કારણથી આખ આડા કાન કરે છે.

કશા જ પગલા લેતા જ નથી જેના અનેક કારણો છે અને અનેકની સાંઠગાંઠ છે. આ તમામ બાબતે તલસ્પર્શી માહિતિ પ્રવીણભાઇએ બે મહિનાથી માંગી પુરાવા રજુ કર્યા હતા.પરંતુ એસ્ટેટ સતાવાળાઓ સાનુકુળ જવાબ ન આપ્યો અને ગેરકાયદે હોર્ડીંગ્સ ઉતાર્યા પણ નહી. આ બાબતે ઉકળી ઉઠેલા આ સીનિયર કોર્પોરેટરએ પર્દાફાશ કર્યો એટલુ જ નહિ શહેરમા ઠેર ઠેર રાજમાર્ગો ઉપર  ગેરકાયદે કેબીન ,રેકડી અને પથારા છે.

તેના હપ્તા ઉઘરાવવા  એસ્ટેટ શાખા વાળાઓ એ ભાડુતી માણસો રાખ્યા છે તેવી ચોંકાવનારી બાબત નો ધડાકો તેમને કરી એમ ઉમેર્યુ હતુ કે આ બાબત ઘણા બધા સભ્યો જાણે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો માટે બોર્ડમા સન્નાટો છવાઇ ગયો હતો.

આ બાબતે એસ્ટેટ કંટ્રોલીંગ મુકેશ વરણવાએ ગલ્લા તલ્લા કર્યા હતા બીજી તરફ આ મુદે કમીશનરે માત્ર જોઇશુ એવો ટુંકો અને બેફિકર જવાબ આપતા શ્રી માડમે   ભ્રષ્ટાચાર બંધ નહી થાય તો  ઉપવાસ ઉપર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત વિરોધપક્ષના અભ્યાસુ મહિલા કોર્પોરેટે જેનમબેન ખફીએ રૂપિયા ૧૧ કરોડના રોડના કામમા  ગેરરિતિ અને મામકાવાદ નો આક્ષેપ કરી પુરાવા રૂપે તસવીરો રજુ કરી હતી.

જેમા જરૂર ન હતી ત્યા કંઇક કારણોસર પ્રજાના કરોડો રૂપિયાનુ આંધણ કર્યાનો આક્ષેપ અનેક દાખલા સાથે ઘટસ્ફોટ કરતા શાસકોએ જવાબ મા ગલ્લા તલ્લા કર્યા હતા તો વળી તેમણે પાણીની ૧૦૪ ટાંકીઓ જે લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલી તે પગ કરી જાય છે તેનો હિસાબ માંગ્યો હતો.વિપક્ષના પુર્વ નેતા અસલમ ખીલજીએ જે વિસ્તારમા સુવિધા નથી ત્યા જંગી વેરા ફટકારી કીડી ને કોસ ના ડામ આપવા જેવી કામગીરી કોરપોરેશને કરી તેની ફેર વિચારણા અને સુનાવણી થવી જોઇએ તેવી આક્રમક રજુઆત કરી હતી.

20180518 174022 વિપક્ષના કાસમભાઇ ખફી એ ભાવનાત્મક રજુઆતો કરી હતી જ્યારે દેવશીભાઇ આહિર અને વિપક્ષી નેતાએ ડી.પી. કપાત કેમ થતી નથી તે મુદે શાસકોને ઘેર્યા હતા શહેરના વિકાસ અને ટ્રાફિક નિયમન માટે ફરજીયાત હોવા છતા કોઇ ભેદી કારણોસર ડી.પી. કપાત નકરી અનેકના હિત સચવાય છે અને નગરજનો હેરાન થાય છે તે મુદા અસરકારક રીતે રજુ કર્યા હતા .

એકંદર મેયર ,ડેપ્યુટીમેયર સહિત પાંચનુ પદાધીકારી તરીકેનુ છેલ્લુ બોર્ડ પડકારજનક રહ્યુ અને અનેક ગેરરિતિઓ તેમજ પાણીમાટે ગટરોમાટે  સ્ટ્રીટ લાઇટો માટે કરેલા જંગી ખર્ચા પાણીમા્ ગયા અને  સુવિધા ઝંખતા નગરજનો તો હજુ ક્યારે પ્રાથમીક સવલત મળશે તેની પ્રતિક્ષામા ટળવળે છે તેવી અનેક રજુઆતો અંગે કોઇ ઠોસ ખાત્રી અપાઇ ન હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.