Abtak Media Google News

આરોપીને કોર્ટમાં રજુ કરતા  સાત દિવસનાં પોલીસ રિમાન્ડ મંજુર: બીજા શખ્સને પકડી પાડવા તપાસનો ધમધમાટ

રાજકોટના ઉઘોગપતિને થાનગઢ નજીક લુંટીને ખંડણી માંગનાર શખ્સની ખાખરાળી ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિવિધ ગુનાઓમાં સંકડાયેલી હોવાથી પોલીસે ૧૦ દિવસની રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૬ દિવસની રીમાન્ડ મંજુર રાખી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ થાનગઢ ખાતે નવરંગ સિરામિક નામની ફેકટરી ધરાવતા અને રાજકોટ ખાતે વૈશાલી નગર સોસાયટીમાં આવેલ બ્લ્યુ મુન એપાર્ટમેન્ટમાં રહેતા ૩૫ વર્ષીય યુવાન ઉધોગપતિ યાસીનભાઈ સુલતાનભાઈ વણઝારા

જે અંગે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગત તા. ૧૨-૫ના રોજ કારમાં રાજકોટ જવા નીકળેલ, ત્યારે રસ્તામાં આરોપીઓ કનુ કરપડાં અને સુરેશ ભગુ કાઠીએ મોટર સાયકલ ઉપર આવી, આંતરીને પોતાની જ કારમાં અપહરણ કરી, તરણેતર રોડ ઉપર કારને પલ્ટી ખવરાવી, બહાર કાઢી, વિડમાં લઇ જઇ, સોનાની વિટી તથા ચેઇન કિંમત રૂ. ૫૫,૦૦૦/- ની માલમતાની લૂંટ ચલાવી, રૂપિયા ૨૦ લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ખાખરાળી ચોકડી પાસેથી  આરોપી પોતાના મોટરસાઇકલ ઉપર પસાર થતા, કોર્ડન કરી, આરોપી કનુભાઈ ધીરુભાઈ કરપડા જાતે કાઠી દરબાર ઉંવ. ૨૮ રહે. થાનગઢ મૂળ રહે. મોટા કેરાળા તા. સાયલાને પકડી પાડેલ. છે.

વધુ પુછપરછ હાથ ધરી, દિન ૧૦ ના પોલીસ રિમાન્ડ મેળવવા, થાનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવતા, દિન ૦૬ ના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે.  આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સુરેશભાઈ ભગુભાઈ ભાંભલા કાઠી દરબાર રહે. થાનગઢ મૂળ રહેવાસી ભાણેજડા તા. ચુડાને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.